________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર રતી માયાપૂર્વક બોલે છે કે, “હે પુત્ર! તારા શરીરે શું થયું? ખરેખર આ વિષકન્યા જણાય છે.”
કુમારના પિતાએ પણ કહ્યું કે, “હે પુત્ર! તારી રૂપશેભા જેવા માટે દેશાંતરથી લેકે આવ્યા, તારું તેવું રૂપ ક્યાં ગયું? આ રાજકન્યા તને પૂર્વભવની વૈરી થઈ મારું નસીબ ફૂટયું કે અજાણતા આ દેષિત કન્યા સાથે તેને પરણાવ્યું. હવે હું શું કરું? કયાં જાઉં? અરેરે, હું નસીબથી ઠગા.
આ પ્રમાણે તેઓના કૂટપ્રપંચથી ભરેલાં વચને સાંભળીને પ્રેમલાલચ્છી મૌનભાવ ધારણ કરી વિચારે છે. કે, “હમણાં ધીરતા ધારણ કરવી, કેઈ ઉપાય નથી. આ માયાવીઓની આગળ મારું સાચું વચન પણ કોઈ સાંભળશે નહિ, તેથી સમયની રાહ જોવી એ જગ્ય છે.”
कालो समविसमकरो, परिभवसम्माणकारमो कालो । कालो कुणेइ पुरिसं, दायारं भिक्खुगं च कया ॥२४॥
કાળ એ સમ-વિષમ કરનારો છે, પરભવ અને સન્માન કરાવનારે પણ કાળ છે, કાળ ક્યારેક પુરુષને ભિખારી અને ક્યારેક દાતાર કરે છે.” ૨૪ હિંસકમંત્રીએ પ્રેમલાલચ્છીને વિષકન્યાનું
કલંક આપવું ક્ષણવારમાં આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ. તે