________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૬૫.
-
कमेण झिज्जए वारि, कमेण झिज्जए तणू । कमेण झिज्जए सेोगो, कमायत्तं इम बगं ॥१२॥
“અનુક્રમે પાણુ ક્ષય પામે છે, અનુક્રમે શરીર ફાય પામે છે, અનુક્રમે શેક દૂર થાય છે. આ જગત ક્રમને આધીન છે.” ૧૨
તે પછી તે કૂકડાને મેળામાં રાખીને કીડા કરે છે. કયારેક તેને હૃદય ઉપર, ક્યારેક હથેળીમાં રાખીને લાલન કરે છે. તેવી રીતે પતિભકિતમાં તત્પર થઈ કે કુતરા-બિલાડા આદિ કૂર પ્રાણીઓથી તેનું રક્ષણ કરે છે. તેની આગળ નવાં નવાં દાડમ વગેરે ફળે મૂકે છે, તે પણ પોતાની પ્રિયાએ આપેલું બધું ઈચ્છા ન લેવા છતાં પણ ખાય છે. કુકડાને લઈને આવેલી ગુણાવલી ઉપર
વીરમતીને કેપ હવે એક વખત ગુણાવલી તે કૂકડાને લઈને વીરમતીની પાસે જઈને તેને પ્રણામ કરીને લાંબા નિસાસાથી ભરેલા મુખવાળી તેની પાસે બેઠી.
તે વખતે વીરમતીએ તેને કહ્યું કે, “હે ભેળી ! આ દુષ્ટને લઈને મારી પાસે શા માટે આવી જેનું મતું જોવા લાયક નથી એવા આને મારા દૃષ્ટિમાર્ગથી દૂર ખસેડ. હજુ પણ તું આને સ્વામીની દૃષ્ટિથી જુએ છે ! તેથી તું લજજા વગરની દેખાય છે. હમણું આ