________________
૧૬૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સઘળા લેાકને પુરૂષો સ‘કટમાં
“ જે નસીબમાં લખ્યું હોય તે અવશ્ય પરિણમે છે, એમ જાણીને ધીર પણ કાયર થતા નથી.” ૧૧
"
જ્યાં સુધી આ ચંદ્રરાજા કૂકડારૂપે છે ત્યાં સુધી એની ભકિત કરવામાં તત્પર બની સમય પસાર કર. હમણાં મૌન ધારણ કરી કેટલાક સમય તારે રાહ જોવી, અન્યથા તારુ અત્યંત અહિત કરવામાં તત્પર સાસુ અહી આવીને કાંઈ નવીન કરશે, તેથી હમણાં તારે મૌનપણું ધારણ કરવું કાંઇ પણ થયું નથી એમ બતાવી આ કૂકડાનું રક્ષણ કરવું. પૂર્વે કરેલાં કર્મોના વિપાક પ્રાણીઓને વિષમ હોય છે, એ જિનેશ્વરે કહેવુ સત્ય જણાય છે. વળી તેં સાસુની સાથે સંગત કરી તા આવુ' અનિષ્ટ ફળ તને પ્રાપ્ત થયું. હમણાં તારા સ્વામી તિર્યંચપણુ પામ્યા છે, વીરમતી વિના આ કૂકડાને મનુષ્યરૂપે કરવાની બીજા કોઈની શકિત નથી. જો તું પોતાના સ્વામીને મનુષ્યરૂપધારી જોવા ઈચ્છતી હાય તેા તેને જ સેવા વડે પ્રસન્ન કર. આ કૂકડાનું પ્રાણા કરતાં પણ અધિક પાલન કર. સમયાંતરે પ્રસન્ન થયેલી તે મનુષ્યરૂપે કરીને મનારથ પૂરશે. હમણુાં ખે કરવાથી સર્યું”.
9
આ પ્રમાણે સખીજને ઘણુ સમજાવવાથી ગુણાવલી ગાઢ નિસાસે નાખીને ધીમે ધીમે શાંત શાકવાળી થઈ કહ્યુ છે કે