________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સ્થિતિ અનુ
તિયચપણુ પામ્યા છે. આગળ આ કેવી ભવશે તે તેા આગળ જાગીશ, કારણ કે આ મારાં છિદ્ર જોનારા થયા છે તેથી તેનુ પુરેપુરુ ફળ હું તેને બતાવીશ. આનું મુખ જો, શુ આ રાજ્ય કરશે? એના ભાગ્યમાં રાજ્ય નથી. તુ... જલ્દી ઉભી થા. આને લઈને અહી થી જલ્દી ખસ. આને તારે પાંજરામાં રાખવા. કયારેય ભૂલથી મારી પાસે ન લાવવા. ’
૧૬
તે પછી તરત જ ગુણાવલી કૂકડાને લઇને ત્યાંથી ઉભી થઈ. પાતાના આવાસે આવીને તેને સુવર્ણના પાંજરામાં રાખીને યાગ્ય ઉપચારાથી સેવા કરતી દવસે પસાર કરે છે. હમેશા તે સેાનાના કચાળામાં જળપાન કરાવે છે. દ્રાક્ષ આદિ સ્વાદિષ્ટ પદાર્થો જમાડે છે. કેસરના પાણીથી તેના પગ ધૂએ છે, વારંવાર પાંજરામાંથી બહાર કાઢી પેાતાના ખેાળામાં રાખી સ્નેહપૂર્વક ખેલે છે કે, · સ્વામી ! પ્રાણજીવન ! નાથ ! તમને અડધી ક્ષણ પણ હુ દૂર કરીશ નહિ, હંમેશા મારા ખેાળામાં રાખીશ. સ`કટમાં પાતાના સ્વામીના ત્યાગ કરનાર બીજી સ્ત્રી.
જેવી હું હલકી નથી, ‘હું પક્ષી થયા અને આગળ શું થશે ?' એવી ચિંતા તમારે ન કરવી. ધર્મના પ્રભાવે સારુ' થશે. ધર્મ અનુપમ ફળવાળા છે.
કહ્યું છે કે
धम्मेण कुलपसूई, धम्मेण य दिव्वसूव संपत्ती | धम्मेण धणसमिद्धो, धम्मेण सबित्थरा कित्ती ॥१३॥
•