________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૬ ૨
શઠેલાં પઢિાની સળીવ ! તેં
ઉકરડાની ભૂમિમાં રહે છે. જે પહેલાં સેનાના હીંચકા ઉપર બેઠેલાં પરિવારના સમૂહથી સેવાતા હતા, તે આજે પાંજરાની અંદર લેઢાની સળીનું આલંબન લઈને હીંચકાની કીડાને અનુભવે છે. તે જૈવ ! તે આ શું કર્યુ? સુકુમાર અંગવાળી મારાથી આ દુઃખ કઈ રીતે સહન કરી શકાશે ? આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી તે મૂરછ પામી.
તે પછી નજીકમાં રહેલી દાસીઓ વડે શીતળ ઉપચારોથી ચેતના પમાડેલી તેને શાંત કરવા માટે સખીઓ સમજાવે છે. “હે પ્રિય સખી ! આ બાબતમાં બીજા કેઈને દોષ નથી. ફક્ત પોતાના કર્મને જ ઠપકો આપ. તું ફેગટ બીજાને દેષ શા માટે આપે છે ? દુષ્ટ દેવના દોષથી જ આ અવસ્થા પામ્યા, ત્યાં શું કરવું. અહીં વિમાતાને કે તારે દોષ નથી. પૂર્વોપાર્જિત કર્મને અન્યથા કરવા કઈ શક્તિમાન નથી. વિધિએ આલેખેલા ભાવ મિથ્યા થતા નથી. પૂર્વોપાર્જિત કર્મો અવશ્ય ભોગવવાં જોઈએ તીર્થકર અને ચક્રવર્તીએ પણ કર્માધીન થઈ પિત–પિતાનાં કર્મો અવશ્ય ભાગ છે, તે બીજાની કઈ વાત ? જેણે જેવા પ્રકારનું કામ કર્યું હોય, તેણે તે પ્રકારે તે કમ ભેગવવું જ પડે. તેથી મનમાં સમતાભાવે સર્વ સહન કરવું એગ્ય છે, કહ્યું છે કે – जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयललोयस्स । इय जाणिऊण धीरा, विहुरे वि न कायरा हुंति ॥११॥