________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
_૧૫૫
સૂતા મૂકી પિતાની ઈચ્છા મુજબ ક્રીડા કરે છે, તેવી જાતની તમે મને ન જાણો. મારું વચન છેટું ન માને. તમારે પણ સ્નેહરહિત આવાં કર્કશ આકરાં વચન ન બેલવા જોઈએ. પછી તે તમને જે ગમે તે કરો.”
આ પ્રમાણે સાંભળી ચંદ્રરાજાએ મૌન ધારણ કર્યું અને ગુણુવલી પણ મૌન રહી.
તે પછી કેટલાક વિવાહના ચિહ્નથી અંક્તિ ચંદ્રરાજાના દેહને જોઈ સંશય થવાથી હૃદયમાં વિચારવા લાગી. ખરેખર મારા પતિ કઈ પણ ઉપાયથી મારી પાછળ વિમલાપુરીમાં જઈને પ્રેમલાલચ્છીને પરણને અહીં આવ્યા હોય એમ દેખાય છે. અન્યથા આ વાત તે કેવી રીતે જાણે? આ પ્રમાણે નિર્ણય કર્યા છતાં પણ તેણે પોતાના સ્વામી આગળ પોતાની સાચી વાત પ્રગટ ન કરી.
ગુણુવલીનું વીરમતી પાસે જવું તે પછી પિતાના પતિને જમાડીને જલદી તે વીરમતીની પાસે આવી. તેની આગળ ચંદ્રરાજાએ કહેલી બધી વાત કહી. “હે સાસુ ! તમને ઠપકો દેવા હું આવી છું. તમારી સાથે એક રાત્રિના બ્રમણથી મારા પતિ મારી ઉપર ઘણે રેષ પામ્યા છે. કારણ કે તે જ દેખાય છે કે આપણે સઘળે વૃત્તાંત તેમણે જાણી લીધે છે. મારી આગળ તમે પોતાની હોશિયારીનાં ઘણાં વખાણ કર્યા, પરંતુ તમારા કરતાં મારા સ્વામી વધારે વિદ્યા