________________
૧૫૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
जलणो घेप्पइ सुह, पवणो भुयगो वि केणइ नएण । महिलामणो न घेप्पइ, बहुएहिं नयसहस्सेहिं ॥७॥
અસત્ય, સાહસ, માયા, નિર્દયપણું, અપવિત્રપણું અને અતિભપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દે છે. ૬
“અગ્નિ સુખપૂર્વક ગ્રહણ કરાય છે, પવન અને સપ પણ કઈક ઉપાય વડે ગ્રહણ કરાય છે, પરંતુ સ્ત્રીનું મન ઘણા હજાર ઉપાય વડે ગ્રહણ કરાતું નથી.” ૭
તેથી શીલવતી નારીએ એ સ્વાભાવિક દે હંમેશા ત્યાગ કરવા જોઈએ. પોતાના સ્વામીની સેવા કરવામાં પરાયણ સ્ત્રી લેકમાં વખણાય છે.” ( આ પ્રમાણે પિતાના સ્વામીનું વચન સાંભળીને વ્યાકુળ મનવાળી ગુણાવલીએ કહ્યું, “હે સ્વામી! અપરાધ વગરની મને અબળાને શા માટે તર્જના કરે છે? આ વચનેથી તમારો મારી ઉપર નેહ ઓછો થઈ ગયો હોય એમ જણાય છે. આવા પ્રકારનાં વક વચનેથી ઉપહાસ કરી તમે મારાં હાડકાં ભાંગી નાખે છે, અથવા શું કઈ ખલપુરુષ તમને મળે દેખાય છે કે જેથી મારા અછતા દેષ તમારી આગળ કહ્યા. હે પ્રિયા ક્યારે ય હું બેટું આચરણ કરતી નથી. હંમેશા તલવારની ધાર સરખા વ્રતને ધારણ કરું છું. તે પણ ચાલતા બળદને આર મારે તેમ તમે મને ફેગટ દૂભવ છે. કેટલીક દુરાચારી સ્ત્રીઓ પોતાના સ્વામીને