________________
૧૫૮
શ્રી ચદ્રરાજ ચરિત્ર
મારે તારુ કામ નથી. તેથી હમણાં તું પેાતાના ઇષ્ટદેવનું સ્મરણ કર, હવે હું તને જીવતા મૂકીશ નહિ.” આ પ્રમાણે વિમાતાનાં વચન સાંભળીને ચંદ્રરાજા ભયમ્રાંત ચિત્તવાળા થયેા. ભયથી વ્યાકુળ થયેલી દીનમુખવાળી ગુણાવલી પણ વિનયપૂર્વક ખેલી : ‘હું મા ! પેાતાના પુત્ર ઉપર આવા રાષ કરવા ચેાગ્ય નથી.
આના એક અપરાધની ક્ષમા આપે, અન્યથા લેાકેા પણ તમને હાસ્યપાત્ર ગણશે. તમારે આવુ' અવિચારી અનાય કાર્ય કરવું યુક્ત નથી.
હે માતા ! જ્યાં સુધી હું જીવું છું, ત્યાં સુધી મારુ સૌભાગ્ય અખંડ રાખેા. હું તમારા પગમાં પ્રણામ કરુ છુ, મારી ઉપર દયા કરે. હે માતા ! હું તમારા કાપાનલના તેજને સહન કરી શકતી નથી, મારુ જ દુર્ભાગ્ય પ્રગટ થયું. કે જે આ મારા પતિએ તમારાં છિદ્ર જોયાં. મૂઢમતિવાળી મે... ભવિષ્યના વિચાર ન કર્યો કે જેથી તમારી આગળ મારા સ્વામીની વાત કરી. હવે મને ઘણા પસ્તાવા થાય છે. હે પૂજ્યા ! પુત્ર કયારેક કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ન થાય. આ તમારી આગળ બાળક ગણાય. દુનિયાના વ્યવહારથી શૂન્ય એ કા*અકાય જાણતા નથી. વળી તમે કાંઈ અનથ કરશે તે
આ રાજ્યવૈભવ વડે મારે શુ? મારું બધું ય જીવતર નકામું થશે, તેથી કાઈ પણ રીતે મારા પતિને છેડી દઈ મારી ઉપર મહેરખાની કરા. જો તમે મારી ઉપર દયાળુ