________________
| શ્રી ચંદ્રરાજ ચરિત્ર જાણે છે એમ ખરેખર જણાય છે. હે માતા ! તે વખતે જે મેં કહ્યું હતું કે, જે આ પ્રેમલાલચ્છીને પરણે છે, તે મારા પતિ ચંદ્રરાજા છે, તે તમે માન્યું નહિ, હમણાં તે મારું વચન સાચું થયું. આ લોકમાં કઈક સ્ત્રીઓ જે કે કાર્ય કરવામાં કુશળ હોય છે, તે પણ પુરુષની આગળ તેની કેટલી હોશિયારી ? જે કે સ્ત્રીજાતિમાં હોશિયારી હોઈ શકે, પરંતુ તે પુરુષ કરતાં ઓછી જ હોય. કેઈ સ્ત્રી પુરુષની તુલનાને પામી શકતી નથી. તેને છેતરવા આપણે મોટે પ્રયોગ કર્યો, તે પણ તેણે પોતાની વિદ્યાથી આપણને બંનેને છેતર્યા. પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે સર્વકાળમાં કુશળ મારે સ્વામી કોઈ પણ પ્રકારે ઠગી શકાય એવું નથી. તે પણ ગરીબ એવી મારું કહેવું કોણ સાંભળે ? જેણે યુદ્ધમાં પિતાના પરાક્રમથી શત્રુ-સમૂહને જીતી લીધેલ છે, તે નરોત્તમ વાણિયા વડે કેમ છેતરાય? હું તો તમારા વચનમાં વિશ્વાસ કરી તમારા માર્ગને અનુસરતી દુઃખનું ભાજન થઈ. આથી વધારે કષ્ટ મને નથી. જે કામ જેને અનુકૂળ હોય તેમાં તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા તે મારા જેવી અવસ્થા અનુભવે. હે સાસુ ! તમારી વિદ્યાઓ તમારી પાસે જ રહો, મારે તેનાથી સયું. પિતાને પ્રભાવ કહી તમારે મારી જેમ બીજા કેઈનું અહિત કરવું નહિ. દેશાંતર જેવાની ઈચ્છાથી મેં પિતાના સ્વામીને પરાફમુખ કર્યો. “નાસિકાવેધ ઈચ્છતાં કર્ણવેધ કર્યો.” આવું લૌકિક વચન મૂઢબુદ્ધિવાળી મેં સાચું કર્યું.