________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૫૯
હા તા આમને જીવતદાન આપે. એ પણ સમજી જશે, ક્રીથી એ પ્રમાણે નહિ કરે. કીડીની ઉપર ટક સૈન્ય મેાકલવું ઘટતુ નથી. આ તમારા સ્નેહથી લાલન કરાયેલા પુત્ર છે, તમે હાવાથી આ નિશ્ચિંત મનવાળા રહે છે. જે કાંઈ કહેવુ હાય તે મને કહેા. મારા પતિને
છોડી દ્યો.'
'
આ પ્રમાણે ગુણાવલીના પ્રલાપ સાંભળી વીરમતી એલી : વહુ ! તત્ત્વને નહિ જાણનારી તું દૂર ખસ. આવી જાતના પુત્ર વડે મારે સયું. હું તને સાગનપૂર્ણાંક કહુ છુ કે હું એને છેડીશ નહિ. તું લાખ વાર વચન મેલી, તે પણ સાંભળીશ નહિ. તે સેાનું શા કામનું કે જેનાથી કાન તૂટે! આના મનમાં કાંઈ ન થયું કે જેથી તે મારાં જ છિદ્રો જોવા લાગ્યુંા. આથી એનુ ફળ એને આપવા યેાગ્ય છે.’એમ કહીને રાષથી લાલ નેત્રવાળી તે ચંદ્રરાજાને ગળા ઉપર તલવાર ચલાવવા લાગી, તેટલામાં ગુણાવલી આંખમાંથી આંસુએ છેડતી તે બંનેની વચમાં પડી. તે પછી તે સાસુના ગળે વળગી ટ્વીનમુખવાળી કહે છે કે, હે માતા ! દયા કરીને મને પતિભિક્ષા આપેા. જો કે એમણે અવિચારિત કાર્ય કર્યું * છે, ફરીથી એ જિંદગી સુધી એવી રીતે કરશે નહિ, અને ખીજી વાત એ છે કે એમના વિના આ રાજ્યનું
'
પાલન કાણુ કરશે ? ’
આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળી દયા ઉત્પન્ન થવાથી તેણે તેનુ વચન માન્યું,