________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૫૭
આજે ય તેમનું વચન મેં કબૂલ કર્યું નથી તો પણ જેણે આપણું જે કામ સાક્ષાત્ જોયું છે તેની આગળ મારુ અસત્ય વચન કેટલે વખત ટકે? આ રીતે તેની આગળ જૂઠું બોલવામાં શું ફાયદો ? તેથી આવી પડેલું કષ્ટ દૂર કરવામાં કઈ જાતને પ્રતિકાર કરો, એ સાચું બતાવો.” ક્રોધ પામેલી વીરમતીએ ચંદ્રરાજાને કૂકડે કર
આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળીને વીરમતી બેલી : “વહુ ! આ કામમાં તારે કઈ જાતની ચિંતા ન કરવી, બધું સારું થશે. એને પ્રતિકાર હું કરીશ” એમ કહીને ક્રોધાગ્નિથી બળતા દેહવાળી, નિષ્ફર મનવાળી તે હાથમાં તલવાર લઈને તરત ચંદ્રરાજા પાસે ગઈ.
નિર્દય એવી તે અકસ્માત તેને જમીન ઉપર પાડી નાંખીને તેની છાતી ઉપર ચઢીને બેલી : “રે દુષ્ટ ! પાપિઠ ! બેલ, વહુની આગળ તું શું છે ? જે અત્યારથી જ તું મારાં છિદ્ર જેવા લાગ્યો છે, તે વૃદ્ધપણમાં મારું કેવી રીતે પાલન કરીશ? મારાથી દે પણ શંકા કરે છે, તે તારી કઈ ગણતરી ? જેમ કીડી સુવર્ણ ઉપર ચઢીને અભિમાનવાળી થાય, તેમ તું પણ પિતાને માને છે કે, “હું રાજા છું, મેં રાજ્ય મેળવ્યું છે, બધા મારા આજ્ઞાવતી છે. આ પ્રમાણે અભિમાન ન કર. પરંતુ આ બધું મેં તને આપ્યું છે, સિદ્ધ વિદ્યાવાળી હું સમસ્ત રાજ્ય આદિ રક્ષણ કરવા સમર્થ છું.