________________
૧૫ર
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હવે ચંદ્રરાજ ચરિત્રને આ સાંભળનારાના કાનમાં અમૃતરસ સરખે ત્રીજે ઉદ્દેશ કરાય છે.” ૩
શ્રોતાગણના આનંદ માટે કવિ રચના કરે છે. સાંભળનાર વિના તેના રસને આનંદ કોણ પામે છે?” ૪
વક્તા ક્ષપશમના વેગે, હિતમાં રક્ત થઈ કહે છે, પરંતુ જગતમાં વિવેકી શ્રેતાઓ દુર્લભ છે.” ૫
ચંદ્રરાજા અને ગુણવલીને વાર્તાલાપ
હવે ગુણાવલી ચંદ્રરાજાનાં છેલ્લાં વચને સાંભળીને કાંઈક હર્ષિત મનવાળી થઈને તેને કહે છે કે, “સ્વામી ! સ્વપ્ન સંબંધી કદાગ્રહ તમે છોડી ઘો. જે વાત સાંભળવાથી રસ–આનંદ વધે, તેવા રસવાળી વાત કહો. તમારા માટે આખી રાત મેં ઉજાગરો કર્યો છે, તેને ઉપકાર તે દૂર રહ્યો, ઊલટું તમે તે વિપરીત પણે ગ્રહણ કર્યું. સર્વજ્ઞ પરમાત્મા બધું જાણે છે. લોકમાં પણ ગવાય છે કે, ઘેડ ઘણું વેગથી દોડે છે, ઘોડેસ્વાર તેને વેગ જાણતું નથી. તેવું જ તમારું વર્તન દેખાય છે. જાણતાં છતાં પણ અમારી બધી વાત તમે હાંસીપાત્ર ગણે છે. આથી તમે આવી વણિકકળા ક્યાંથી શીખ્યા? આથી આવી જાતને વાણુને વિસ્તાર તમારા મુખમાં કેમ હોય ? પહેલાં મધુર વચને બેલી મને વચનપ્રહાર વડે આક્રોશ કરે છે. હું તે સરળ સ્વભાવી છું, જેથી તમારે પ્રપંચ જાણ્યા વિના મારે બધે રાત્રિને વૃત્તાંત