________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૫૩
કહ્યો. બહુ કહેવાથી શુ? આવા પ્રકારની મશ્કરી કરવી તમને ચેગ્ય નથી, કારણ કે કોઈ વખત હાંસી કરવાથી કડવાં ફળ થાય છે. મુગ્ધ બુદ્ધિવાળી તુ કયાં ? અને વિમળાપુરી કહ્યાં ? ત્યાં રહેલી મને તમે કેવી રીતે જોઈ? ઘરના દરવાજો છેડી હુ' ક્ષણમાત્ર પણ ખીજે જતી નથી. તે તમારી રજા સિવાય દૂરના સ્થાનમાં કેવી રીતે જાઉં ? આથી અસત્ય વચન ન ખેલવુ.’
રાજાએ કહ્યું કે, પ્રિયે ! એમાં રાષ ન કર. ઇચ્છા મુજમ ગાયન ગા, સ’ગીત કર, તેમાં મારા વિરાધ નથી. મે' તે સ્વપ્નમાં આવેલી વાત જણાવી. તેથી તારા મનમાં દુઃખ કેમ થયું? હમેશા પાસે રહેવા છતાં તું મારા હસવાના સ્વભાવને જાણતી નથી. મારું સ્વપ્ન કયારેય ખાટુ' હાતુ' નથી એ સત્ય માન. સરખા સ્વભાવવાળી સાસુ-વહુ મળીને સુખ પડે તેમ મજા કરી. પરંતુ મહેરબાની કરીને તમારે કયારેક મને પણ તેવા વિલાસ દેખાડવે. મારાથી શંકા ન કરવી. તમારા કામમાં મારું પણ કામ થશે, જેમ દાળમાં ઢોકળી પણ રંધાઈ જાય છે. આજે જ મેં તને સારી રીતે ઓળખી, આજ સુધી તારા સ્વભાવ મેં સરળ સ્વભાવી જાણ્યા ન હતા. કારણ કે સ્ત્રીનેા સ્વભાવ દુઃખે જાણી શકાય છે. કહ્યું છે કે—
•
असत्यं साहसं माया, निद्दयत्तमसोयया मुक्खत्तमइलोहत्तं, थीणं दोसा सहावया ॥६॥