________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૭
- પિતાના પ્રિય માટે સ્ત્રીઓ અકાર્ય પણ કરે, શુભકાય તે વિશેષ કરીને કરે, સતી સ્ત્રીઓને એ સ્વભાવ જ છે, સ્ત્રી હંમેશા પતિભક્તિમાં તત્પર હોય છે, માતા પણ પુત્રના હિતમાં પરાયણ હોય તેમાં તે શું કહેવાનું છે? - “હે પ્રિયા ! મારા માટે તેં આખી રાતનું જાગરણ કર્યું, તે સારું. તે મારી ઉપર કરુણા કરી. આથી દંપતીની સાચી પ્રીતિ દેખાય છે. તું શા માટે જૂઠું બેલે? તારા વિના મારા માટે રાત્રિ જાગરણ કરનારી બીજી કેણ હોય ? કારણ કે આખા માળવા દેશને ભાર ચંપાદેવી ઉપર આવ્યે” એ ઉક્તિ સાચી જણાય છે.
હે ચંદ્રાનના ! તારી વાત સાચી જાણું છું. તારામાં મને હંમેશા વિશ્વાસ રહ્યો છે, જેની આખી રાત જિનેશ્વરના ગુણગાન વડે જાય, તેને જન્મ હું સફળ માનું છું. જિનેશ્વરની ભક્તિ વડે માણસ સંસારસમુદ્રથી પાર પામે છે.
બીજી વાત એ છે કે, જેમ તે જિનેશ્વરના ગુણગાન વડે આખી રાત પસાર કરી તેમ મેં પણ મધ્યરાત્રિએ એક સ્વપ્ન જોયું. તે આ પ્રમાણે–
તું મારી અપરમાતા સાથે અહીંથી ૧૮૦૦ કેશ દૂર રહેલી વિમલાપુરીમાં ગઈ. ત્યાં એક ગુણરૂપથી શેભતી રાજકન્યાને પરણતા પુરુષને જોઈ કૌતુક પામી તું પાછી અહીં આવી.