________________
૧૪૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તારી વાત અને મારા સ્વપ્નનું મેટું અંતર છે. પરંતુ સ્વપ્નનું સત્યપણું કઈ રીતે જણાય? લેકમાં સ્વપ્નની વાત સાચી મનાતી નથી. તે પ્રત્યક્ષ જે અનુભવ્યું એ જ સાચું. એમાં શંકા ન કરવી. બંનેમાં કઈ સાચું એ તે પરમાત્મા જ જાણે છે. પતિવ્રતા નારી જે બેલે તે સાચું હોય છે”
આ પ્રમાણે પોતાના સ્વામીનાં વચનો સાંભળીને વિસ્મય પામી ગુણાવલી પિતાના પતિને ખોટા પાડવા માટે “સ્વો બેટાં હોય છે એમ જણાવવા માટે બેલી
એક શિવને પૂજારી રાત્રિએ પથારીમાં સૂતે. તેણે સ્વપ્નમાં આખું શિવમંદિર સુખડીના સમૂહથી ભરેલું છે એમ જોયું. તે સ્વપ્ન જોઈને જા. તે પછી તેણે સ્વપ્નને સત્ય માની બધા પિતાના જ્ઞાતિજનોને ભેજન માટે આમંત્રણ આપ્યું. ફરીથી તે શિવાલયમાં આવ્યું. તે વખતે પકવાન્નરહિત મંદિરને જોઈને તે વિચારે છે કે, “ખરેખર શંકર ભગવાને સર્વ મિષ્ટાન્ન લઈ લીધું દેખાય છે. એ પ્રમાણે નિર્ણય કરીને મંદિરની અંદર પ્રવેશ કરીને બારણું બંધ કરી સૂઈ ગયે. બપોર પછી જમવા માટે સર્વ જ્ઞાતિવર્ગ ત્યાં આવ્યો. આમ તેમ જોતાં તેણે કોઈ ઠેકાણે ભેજન–સામગ્રી ન જઈ અને તે દેવના પૂજારીને પણ ત્યાં ન જે. વળી મંદિરનું બારણું પણ બંધ જોઈને તેઓએ મોટે અવાજ કરી પૂજારીને જગાડયો. જાગ્યા પછી તે પૂજારીએ કહ્યું કે,