________________
૧૪૨
શ્રી ચંદ્રવાજ ચરિત્ર
દેખાય છે. તારું આજનું સ્વરૂપ વિચિત્ર દેખાય છે, રાત્રિએ તું ક્યાં ગઈ હતી, મને સાચું બતાવ. અને પછી જાગરણની વાત સ્નેહપૂર્વક બેલજે!”
ગુણાવલીએ કહ્યું કે, “સ્વામી! તમારા ચરણકમળને છોડીને હું ક્યાં જાઉં? હું કઈપણ રાતની વાત જાણતી નથી, રાત્રિએ ફરવું એ સ્ત્રી જન માટે સર્વથા નિષિદ્ધ છે, પરંતુ તમે રાતે કોઈ ઠેકાણે વિલાસ કરીને અહીં આવ્યા હોય તેમ ચેખું જણાય છે. તમારી રજા સિવાય મારાથી એક ડગલું પણ મહેલ બહાર કેમ જઈ શકાય? તેથી તમે પિતાની વાત સાચી રીતે મને કહો.”
આવી જાતના ગુણાવલીનાં વચન સાંભળીને ચંદ્રરાજા મનમાં વિચારવા લાગ્યું કે, “નિર્મળ ચિત્તવાળી આને કેઈ દોષ નથી. પરંતુ એક રાત્રિના પ્રસંગથી જ વિશુદ્ધશીલવાળી પણ આ અસત્ય બોલનારી અને વક થઈ છે, એમાં મારી અપરમાન દેષ છે. જેમ નાળિયેરનું પાણી કપૂરના સંગથી વિષ જેવું થાય છે તેમ સજજને પણ દુર્જનના સંગથી વિકાર ભાવને પામે છે. યંત્રઘટિકા (ઘડિયાળ)ના સંગમથી ઝાલર પણ પ્રહારને સહન કરે છે, લુચ્ચા માણસને સંગ અંગારા સરખો જાણવો. ઠંડે અંગાર (કેલ) હાથને મલિન કરે છે અને ગરમ હોય તે હાથને બળે છે. સર્વથા તે દોષને કરનારો થાય છે. કે