________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૪૧
પરણ્યા હોય તેમ અપૂર્વ નિદ્રાસુખ અનુભવ્યું જણાય છે! હે સ્વામી! હવે નિદ્રાનો ત્યાગ કરે, સૂર્ય ઉદયગિરિના શિખર ઉપર ચડ્યો છે, તેથી આપનું મુખ દેખાડી મને આનંદ પમાડે. નિર્મળ ગંગાજળ અને દાતણ લઈને હું આગળ ઊભી છું, તેથી શયનને જલદી ત્યાગ કરી દંતશુદ્ધિ કરો. આ સમયે તે રાજકુમારે વ્યાયામશાળામાં મલ્લયુદ્ધ કરે છે. રાજસભામાં જવાને વખત પણ થઈ ગ છે, તેથી પ્રમાદને દૂર કરી જલદી તૈયાર થાઓ. હે સ્વામી! તમારી વિમાતા જે આ ઘણું નિદ્રાની હકીકત જાણશે તે તમને ઉપાલંભ આપશે. પરસ્પર પ્રપંચ કરતા ચંદ્રરાજા અને
ગુણુવલીને વાર્તાલાપ આ પ્રમાણે ગુણાવલીનાં વચન સાંભળીને ચંદ્રરાજા કપટનિદ્રાને ત્યાગ કરી સંભ્રમસહિત ઊભે થયો. તેણે કહ્યું કે, “મેં નિદ્રાધીન થઈ ઘણે સમય પસાર કર્યો. સૂર્યોદયને વખત મેં ન જાણે. આજ રાતે અકાલે વરસાદ પડવાથી મારું શરીર અત્યંત ઠંડીથી દુઃખતું હતું તેથી ઘણે વખત સૂઈ ગયો. હે પ્રિયા ! તે આખી રાત ઉજાગરો કર્યો હોય તેમ તારાં નેત્રે જ કહે છે. વળી આજે તું વધારે નેહસદુભાવ બતાવે છે. ઘણા રસથી ભરેલી આજની વાત કાંઈક નવી જાતની દેખાય છે, કે જેથી તું પણ વાણિયાને વ્યવહાર દેખાડવા લાગી છે. આજ રાતે તું કઈ પ્રદેશમાં રમવા ગઈ હોય તેમ