________________
૧૦ -
શ્રી ચંદ્રરાજ થગ્નિ
જેઓનું શીલ સમાન હય, ધન સમાન હોય, કુળ સમાન હોય, એની મૈત્રી અને વિવાહ કરાય છે, સમાનભાવ વડે સુખી થાય છે.” ૧૧
અમે દૂરદેશથી આ કામ કરવા આવ્યા છીએ, આથી વિવાહને સ્વીકાર કરાવીને જઈશું, અન્યથા નહિ.”
આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળીને રાજા કહે છેઃ “તમારી હકીકત મેં જાણું. સઘળું સારું થશે. સાવધાન ચિત્તે કામ કરે. ઉતાવળ કરવાથી કાર્યસિદ્ધિમાં સંદેહ થાય. વિચારીને કામ કરનાર ઈષ્ટરૂપ ભગવે છે. પિતાના સ્વામીની આજ્ઞાથી તમે અહીં આવ્યા છે તે સારું કર્યું. તમારું કહેવું મેં માથે ચઢાવ્યું. હમણાં તમે પ્રશસ્ત મનવાળા થાઓ. સારી રીતે વિચારીને તમને પ્રત્યુત્તર આપીશ. દૂરદેશથી આવેલા તમને નિરાશ કરવા ઈચ્છત નથી. વળી હજુ મારે પુત્ર માને છે. હમણાં વિવાહની વાત કેવી? જ્યારે તે વિવાહગ્ય વય પામશે સ્થારે વિવાહ કરીશું. તે કુમારે મારા ઘરનું આંગણું પણ જોયું નથી. ભૂમિગૃહમાં જ રહેશે તે હમણાં વિલાસ કરે છે, અમે ખેાળામાં બેસારીને તે કુમારનું લાલન કર્યું નથી. તમારા રાજાની પુત્રી કેવી છે.” તે અમે જોઈ નથી. તેથી તે બન્નેને વિવાહ કરે, કેવી રીતે કરો યોગ્ય છે? જે તમારા સ્વામીને ઉતાવળથી વિવાહ કરવાની ઈચ્છા હોય તે સુખેથી બીજે વર શેધીમે વિવાહ કરે, એમાં અમને કેઈ હાનિ નથી.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને રાજાએ તે મંત્રીઓને આવાસે મોકલ્યા.