________________
૧૨૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
धारिज्जइ इंतो जलनिही वि, कल्लोलभिन्नकुलसेलो । न हु पुव्वजम्मनिम्मिय-सुहाऽसुहो कम्मपरिणामो ॥१४॥ जह घेणुसहस्सेसु, वच्छो जाणइ मायरं । एवं पुवकयं कम्म, कत्तारमणुगच्छड् ॥१५॥
કલેલોથી કુલગિરિઓને ભેદી નાખનાર એવા ગમન કરતા સમુદ્રને ધારી શકાય છે, રોકી શકાય છે પરંતુ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા શુભ-અશુભ કર્મ પરિણામને રોકી શકાતો નથી” ૧૪
જેમ હજારે ગાયમાં વાછરડે પિતાની માતાને ઓળખે છે, એમ પૂર્વે કરેલું કર્મ, કરનારને અનુસરે છે.” ૧૫
તો પણ તારી ચિંતાને હું દૂર કરીશ. હે રાજન ! કુમારની લગ્નરાત્રિએ ભાગ્યથી પ્રેરાયેલે આભાપુરીનરેશ્વર ચંદ્રરાજા પોતાની અપરમાતા અને ભાર્યાને અનુસરતે વિમલાપુરમાં આવશે. તે જ પ્રેમલાલચ્છીને પરણશે. એ રીતે હું કાર્ય સાધીશ. તેથી તું ધીરતા ધારણ કરીને વિવાહમહોત્સવ શરૂ કર ” એમ કહી દેવી અદશ્ય થઈ - તે પછી લગ્નદિવસ નજીક આવ્યા ત્યારે સિંહલરાજા જયેતિષીએ આપેલા લગ્નમાં રાજલકથી પરિવરેલે કનકધ્વજકુમારને શણગારીને વેત ગજરાજ ઉપર નિર્મળ પડદાવાળા શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને પિતાના નગરમાંથી નીકળીને પ્રયાણ કરતા અનુક્રમે વિમલાપુરીએ આવ્યા.