________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સિંહલરાજા અને હિંસકમરીનું ચંદ્રરાજાને નીકળી
જવા માટે કહેવું તે વખતે સિંહલરાજાએ દૂરથી ચંદ્રરાજાને બેલાવીને કહ્યું : “રાજન ! હમણાં રાત્રિ થોડી છે, કામ ઘણું છે, આ દુર્લભ સમાગમ છેડવા માટે તમારું મન ઈચ્છતું નથી. તે પણ તમે સર્વગુણ સંપન્ન છે, સત્ય વચન પાળવામાં દક્ષ છે, આથી અહીંથી વિલંબ કર્યા વિના નીકળી જવું ઉચિત છે. ફરીથી આપણો સમાગમ હજાર વાર થશે. આ સ્થાનમાં લાંબો વખત ન રહેવું જોઈએ. માટે જલદીથી અહીંથી નીકળી જાઓ. નહીંતર અમારું કામ બગડશે.”
આ પ્રમાણે તેના કઠે૨ અક્ષરથી ગર્ભિત માર્મિક વાક્ય સાંભળીને ચંદ્રરાજા ત્યાંથી જવા ઈચ્છે છે, કારણ કે તેજસ્વી અશ્વ તજનાને સહન કરતો નથી. લોકો યુદ્ધભૂમિમાં સુભટને જીતનારાને શૂર કહે છે, પરંતુ સાચા શર તે પોતાનું વચન જે પાળે તેને કહેવાય છે. આ પ્રમાણે વિચારી તે પરણેલી પત્નીને ત્યાગ કરવા માટે તત્પર થયે. જરાપણ નિવારણ (આનાકાની) ન કર્યું.
હવે જલ્દી સિંહલરાજા પ્રેમલાલચ્છી સહિત ચંદ્રરાજાને રથમાં બેસાડીને પોતાને ઉતારે ચાશે. માર્ગમાં મંગળવાજિંત્રોના અવાજ વડે જતો, યાચકજનોને પુ દાન આપતે, લોકોના મનને આનંદ પમાડતે