________________
૧૦૦
શ્રી ચ રાજચરિત્ર
તેના એવા પ્રકારનાં વચન સાંભળીને ચતુર પ્રેમલા-. લચ્છી પોતાના મનમાં વિચારવા લાગી. ચતુર હવા છતાં પણ આ અસંબદ્ધ કેમ બોલે છે? સિંહલદેશની સિંહલપુરીમાંથી મને પરણવા અહીં આવ્યા છે, તેની પ્રશંસા ન કરતાં આભાપુરીના સારીપાસાને વખાણે છે, તેમાં કઈ હેતુ હશે. આભાપુરીના સ્વામી ચંદ્રરાજા પૂર્વ દિશામાં રહે છે, કનકધ્વજ તે સિંહલદેશમાં રહે છે. બન્નેને અહીં સંબંધ ઘટતું નથી. અથવા શું સિંહલરાજના પુત્રના બહાને આ ચંદ્રરાજા મને પરણવા આવ્યા . છે? ખરેખર અહીં કોઈ કાર્યભેદ દેખાય છે ! આ પ્રમાણે વિચારતાં તેની પાસાની રમત પૂરી થઈ. ચતુર એવી તે અત્યંત ચિંતાતુર મનવાળી થઈ - હવે ચંદ્રરાજા જમવા માટે બેઠે. તે વખતે તેણે પાણી માગ્યું. તે વખતે પ્રેમલાલચ્છીએ અતિસ્વાદિષ્ટ, સ્વચ્છ, સુગંધી શીતળ જળ લાવીને તેને આપ્યું. તે વખતે ચંદ્રરાજા કહે છે કે, “જે સુરસરિતા-ગંગાનું પાણી અહીં મળે તે ઘણે આનંદ થાય.”
તે સાંભળી તેણે વિચાર્યું કે, આ તે સિંધુ નદીના કાંઠે આવેલા સિંધુ દેશમાં રહે છે, ગંગાને પ્રવાહ તે પૂર્વ દિશાને પવિત્ર કરે છે, આ તેને કેમ યાદ કરે છે? અથવા એનું મેસાણ ત્યાં હશે, આથી તે ગંગાના જળને યાદ કરે છે, એમ ધારી મનનું સમાધાન કર્યું. તે પણ તે વિચારમગ્ન થઈ