________________
શ્રી અદ્ધરાજ, ચરિત્ર
૧૩૫
મારી અવગણના કરવાથી તમારી કઈ શાભા થશે? તમે ફિર સ્વભાવવાળા ન થાઓ. જો કે તમારા સસરાએ દાન કરવામાં કોઈ ઓછાશ બતાવી નથી. તે પણ કાંઈ અધૂરું હોય તે જણાવજો. કારણ કે સાસુ વગેરેને જમાઈ ઘણું વહાલા હોય છે. નકામે રોષ કરીને મૂંગા રહેવું તે શું આપને એ છે? તમારી જેવાએ બાળકની માફક ચેષ્ટા કરવી સારી નથી. આથી સારી રીતે વાર્તાવિનોદ વડે મને આનંદ પમાડે. સારીકીડા સમયે તમે કહેલું ગૂઢ વચન હું ભૂલીશ નહીં. કદાચ મારે તિરસ્કાર કરીને અહીંથી ચાલ્યા જશે તે હું તમારા નિવાસભૂત પૂર્વ દિશાના મુખમંડન રૂપ આભાપુરીને જાણું છું, ત્યાં. આવીને તમારા દર્શનથી આત્માને સંતેષ પમાડીશ.”
આ પ્રમાણે તેના વિસ્તારવાળા વચનને સાંભળીને ચંદ્રરાજાએ કહ્યું : “હે પ્રિયે ! અતિ આગ્રહ શા માટે કરે છે? જે થવાનું હશે તે થશે! ભાવિભાવ અન્યથા કરવા કેણ સમર્થ છે?” કહ્યું છે કે
पक्तव्यमत्थं लहए मणूसो, - તેવો વિ સં સંધs સો तम्हा न सोएमि न विम्हओ मे,
___ जं अम्हकेरं नहि तं परेसिं ॥२०॥ करोउ नाम विउसो, ववसायं जओ तओ । फलं. पुणो तमेवऽस्स जं विहिणो मणे ठिअं ॥२१॥ .