________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૩૬
ચંદ્રરાજા દેહશુદ્ધિ કરીને પિતાને સ્થાને આવ્યું. તે પછી હિંસકમંત્રી તેને અન્યોક્તિ સંભળાવે છેઃ
હે ચંદ્ર! તું અહીંથી જલ્દી પ્રયાણ કર. જે સૂર્ય તેને જેશે તે તારું રૂપ પ્રગટ થઈ જશે.”
ચંદ્રરાજા તેના વચનનું રહસ્ય જાણીને જવાની ઈચ્છાવાળે વારંવાર દરવાજા તરફ જવા લાગ્યું. તેને અભિપ્રાય સમજી જવાથી પ્રેમલાલચ્છી પણ જેમ સુગંધી પુષ્પને ન છોડે તેમ તેની પીઠ છેડતી નથી.
તેણે પણ તેને છેતરવા ઘણું ઉપાય કર્યા તે પણ જવાને વખત મળે નહીં.
તે પછી અતિસ્નેહથી મોહ પામી તે પોતાના હાથે તેને ખેંચીને શય્યામાં બેસાડીને વિવિધ સ્નેહ વિલાસને બતાવતી કહેવા લાગી કે : “હે સ્વામી! તમે વારંવાર ગમનાગમન કેમ કરે છે ? પ્રથમ સમાગમ વખતે તમે પ્રપંચ કેમ કરે છે? આમ તમે કરશે તે આગળ નેહને સદ્ભાવ કેવી રીતે રહેશે ? પહેલાં કોળિયામાં માખી પડે તો ભજનને સ્વાદ કેવી રીતે મળે? જે કીડાની શરૂઆતમાં જ આમ કરશે તે તમે પરિપૂર્ણ. નેહ કેવી રીતે રાખશે ? હે સ્વામી ! વિકલ્પ છોડી દઈને નિર્મળ ચિત્તવાળા થાઓ. કહ્યું છે કે – वित्थारं गच्छइ नेहो, सऽप्पो वि सच्छमाणसे । वावेइ तेल्ललेसो वि, जलं सव्वमवि खणा ॥१९॥