________________
૧૭*
શ્રી ચંદ્રરાજચરિત્ર
અતિ અલ્પ સ્નેહ પણ સ્વચ્છ મનમાં વિસ્તાર પામે છે. તેલનો અંશ પણ બધા પાણીમાં ક્ષણવારમાં ફેલાય છે.” ૧૯
તમને છેતરનારાના મુખમાં ધૂળ પડે. હે સ્વામી! પહેલાં તમારું દર્શન કરવા માટે હું અત્યંત ઉત્સુક હૃદયવાળી હતી. વિધાતાએ તે વેગ સફળ કર્યો. તે પણ તમે ચંચળ ચિત્તવાળા થવાથી ઈચ્છા મુજબનું તમારા સમાગમનું સુખ અને દુર્લભ થયું. હે પ્રાણનાથ ! તમારી કહેલી ગાથાનું રહસ્ય જાણવાથી હું તમને અહીંથી જવા માટે જરાય વખત નહીં આપું. મારું જીવતર તમારે આધીન જ છે, મને નિરાશ ન કરે. હું તમારી આજ્ઞામાં હંમેશ વર્તીશ. હું તમારી પગની મોજડી સમાન છું. તમે મારા માથાના મુકુટ છો. દયા કરીને તમારા પગે પડેલી અને શરણે આવેલી મારું પાલન કરે. છાયા વગરના તમારા મુખકમળે કેમ મૌન લીધું છે? પ્રસન્ન થઈને વચનામૃતથી મને આનંદ પમાડે. જે મારે કોઈ અપરાધ થો હોય તે કૃપા કરીને માફ કરો. હું આપની પાસે બુદ્ધિ વગરની છું. તમે મનમાં કાંઈ જુદાઈ ન રાખે. હે પ્રિય! તમારે સંગ મને અણચિં થયો છે. અન્યથા ક્યાં વિમલાપુરી અને ક્યાં આભાપુરી ? નસીબ
ગે આ સંબંધ વિધાતાએ જ કર્યો છે. વળી તમારા વચનનું રહસ્ય હું સમજી ગઈ છું. હું તેવા પ્રકારની અબુધ (મૂર્ખ) નથી કે જેથી ગૂઢ શબ્દાર્થ ન જાણું