________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૩૭
વિરહના દુસહ દુઃખને નહીં સહન કરતી તે સુંદરીને વિલાપ કરતી છેડી છે, તેની લાજ તમારા હાથમાં છે.” એમ કહી રજા લઈ હાથમાં તલવાર ગ્રહણ કરી જલદીથી નગરીને બહાર ઉદ્યાનમાં આવી તે જ આમ્રવૃક્ષના કેટરમાં પ્રવેશ કરીને છુપાઈ ગયે.
આ તરફ હાથમાં કંબા (સેટી) લઈને વધૂ સાથે વીરમતી પણ ત્યાં આવીને રાત્રિ અર્ધ પ્રહર બાકી હોવાથી સંભ્રમસહિત ઘણી ઉતાવળથી તે જ આમ્રવૃક્ષ ઉપર ચઢતી વખતે વૃક્ષના પલાણ ભાગમાં રહેલા ચંદ્રરાજાને ન જે.
પિતાને મનોરથ સિદ્ધ કરી વીરમતી એ કંબાના પ્રહારથી આમ્રવૃક્ષને આકાશમાર્ગો ચલાવ્યો.
સાસુ-વહુને વાર્તાલાપ તે પછી વીરમતી પોતાની નિપુણતા દેખાડતી ગુણાવલીને કહેવા લાગી : “હે ભેળી ! જે તું ઘરે રહી હોત તો તને વિમલાપુરીમાં કનકદેવજકુમારનું દર્શન
ક્યાંથી થાત ? આવી રીતે હંમેશા નવાં નવાં કૌતુક દેખાડીશ અને તારા મનોરથ પૂરીશ. તારે મારી આજ્ઞા પ્રમાણે વર્તવું. ક્યારેય વિચારભેદ ન કરે. મારા વિના બીજે કેણ આવડા લાંબા આકાશમાર્ગને ક્ષણવારમાં ઓળંગી શકે ? સિદ્ધાંતમાં ચારણમુનિઓની આકાશમાં ગતિ ઘણું બતાવી છે. પક્ષીઓ પણ મોટે ભાગે હંમેશા બાર જન આકાશમાં જઈ શકે છે, પણ મારી શક્તિ