________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૨૯
આ પ્રમાણે સમસ્યાની ગાથા સાંભળીને પ્રેમીલાલચ્છી વિચારવા લાગી. ચતુર હોવા છતાં આ અણઘટતું કેમ બોલે છે? તેના રહસ્યને ન જાણવાથી આભાપુરીને આકાશ માનતી તે પાસાને ગ્રહણ કરીને ચતુરાઈથી ઉત્તર આપે છે. તે આ પ્રમાણે– वसिओ ससि आगासे, विमलपुरे उग्गमीअ जहा सुहं । जेणाभिमओ जोगो, स करिस्सइ तस्स (तेण) निव्वाहो ॥१८॥
“ચંદ્ર આકાશમાં રહ્યો છે, અને જેમ સુખપૂર્વક વિમળાપુરીમાં ઊગે, એવી રીતે જેણે અભિમત ગ કર્યો છે તેથી તે નિર્વાહ કરશે. ” ૧૮
આ પ્રમાણે કહીને પાસા નાખે છે. તેણીની કહેલી ગાથા સાંભળીને ચંદ્રરાજા વિચારે છેઃ “જે આ મુગ્ધા ચતુર હોવા છતાં મારી કહેલી ગાથાના રહસ્યને જાણતી નથી, આથી ચોખી રીતે સમજાવું. એ પ્રમાણે વિચારીને ચંદ્રરાજા હાથમાં પાસા લઈને કહે છે કે, “પૂર્વ દિશામાં આભાપુરીમાં ચંદ્રરાજા રહે છે, તેને પ્રાસાદમાં રમવા લાયક ઘણા સુંદર સારીપાસા છે, તેવા પ્રકારના બીજા કેઈ ઠેકાણે દેખાતા નથી. જે તે પાસા હમણું મળે તો તે પાસાથી આપણે હર્ષ પૂર્વક રમીએ. અન્યથા તો ફોગટ
જ રાત્રિ પસાર થશે.” એમ કહીને ચંદ્રરાજાએ પાસા ( નાખ્યા.'
ચં. ચ. ૯