________________
૧૮
શ્રી ચતરાજ ચરિત્ર સુવર્ણ, રૂપું, વસ્ત્ર, પાત્ર, શસ્થા આદિ જે માગ્યું તે બધું જમાઈને આપ્યું.
તે પછી વર-કન્યાએ કંસાર ખાવાને વ્યવહાર કર્યો. ઘૂમટાથી ઢાંકેલા મુખવાળી પ્રેમલાલચછી પણ પોતાના સ્વામીના મુખકમળને જોતી ઘણા હર્ષથી વ્યાપ્ત થઈ વિધાતાને મેટો ઉપકાર માનવા લાગી. એટલામાં ભવિતવ્યતાના ગે તેનું જમણું નેત્ર ફરકયું. તેથી તે . અત્યંત ચિંતાતુર થઈ. અકસ્માતું નેત્ર ફરકયું, આથી તેનું શું ફળ થશે? આ પ્રમાણે વિચાર કરતી એવી તેણીએ કેઈની આગળ તે વાત ન કહી.
વરકન્યાની સારી પાસાની રમત હવે આ પ્રમાણે તે વિવાહમહત્સવ પૂર્ણ થવાથી સિંહલરાજાએ યાચકજનેને વિવિધ પ્રકારે દાન આપી પરમ સંતેષ પમાડ્યા. શ્રેષ્ઠ મંગલવાજિંત્રો વાગ્યા. આ વખતે વરકન્યા સારી કીડા (પાસાની રમત) કરવા બેઠા. પ્રથમ ચંદ્રરાજાએ હાથમાં પાસા લઈ નાખતા સિંહલરાજ વગેરે ન જાણે તેવી રીતે સમસ્યા પદ બોલે છે. તે આ પ્રમાણે आभापुरम्मि निवसइ, विमले पुरे ससहरो समुग्गमिओ। अपत्थिअस्स पिम्मस्स, विहिहत्थे हवइ निव्वाहो ॥१७॥
“ચંદ્ર આભાપુરીમાં રહે છે. તે વિમળાપુરીમાં ઉદય પામે. અપ્રાથિત પ્રેમને નિર્વાહ કરવો એ વિધિના - હાથમાં છે.” ૧૭