________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કામદેવ અને રતિ જેવું છે. પરમાત્મા તેઓનું સૌભાગ્ય અખંડ રાખે.”
વરને જોઈને સાસુ-વહુને વિવાદ
તે વખતે વીરમતી અને ગુણાવલી એ બને નગરમાં ફરી ફરીને વરને જોવા માટે વરમંડપમાં આવીને અનિમેષ દષ્ટિથી તે જોવા લાગ્યાં. તે વખતે ત્યાં ચાર મંગળ પ્રવર્તતા હતા. વિવાહવિધિ પૂરે થયો.
તે વખતે ગુણાવલી પિતાની સાસુને કહે છે કે, “હે માતા ! આ વર આપણે પરિચિત જણાય છે. ઘણું કરીને આ તમારે પુત્ર જ છે. અહીં તેનું વચન અસંબદ્ધવાળું માનીને તેણે તેમાં ધયાન ન આપ્યું. ફરીથી વરને સારી રીતે ધ્યાનપૂર્વક જેતી ગુણાવલીએ કહ્યું : “હે માતા ! મારું વચન સાચું માને. આ મારો પતિ ચંદ્રરાજા જ છે. આ લગ્નમહોત્સવથી આ પ્રેમલાલચ્છી મારી શેક્ય થઈ. જેવી રીતે આપણું આગમન અહીં થયું, તેવી રીતે જ તે પણ કોઈ પ્રોગથી અહીં આવ્યા જણાય છે. આ વાતમાં મારું ચિત્ત શંકાવાળું છે.”
તે પછી વીરમતીએ કહ્યું કે, “હે ભેળી! આવું અસંબદ્ધ તું કેમ બોલે છે ? ખોટી શંકા ન કર. ચંદ્રરાજા તે આભાપુરીમાં સૂવે છે. આ તે કનકqજકુમાર છે. મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે, ચંદ્રરાજા કરતાં અધિક રૂપવાળા ઘણું પુરુષે જગતમાં છે, તેને પ્રત્યક્ષ અનુભવ હમણુ અહીં તને થશે. વારંવાર ચંદ્ર ચંદ્ર