________________
૧૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વિચિત્ર વિજ અને તોરણોથી અલંકૃત, ઘૂઘરીઓના સમૂહથી શબ્દ કરતા, વેગવંત વૃષભ અને અશ્વોથી જેડેલા રથ પ્રાસાદની જેમ શોભે છે. ઘૂઘરીઓના સમૂહથી રણરણ અવાજ કરતી પાલખીએ પ્રમાદરૂપી સમુદ્રમાં તરતી નાવની જેમ શોભે છે, વરરાજાને જોવા માટે ઊંચા પ્રાસાદના શિખર ઉપર ચઢેલી વિવિધ વસ્ત્રોથી વિભૂષિત અંગવાળી શ્રેષ્ઠ યુવતીઓ વિમાનમાં રહેલી દેવાંગનાઓની જેમ શોભે છે.
વરને જોવા માટે નગરજનેએ પોતાના કામ છોડીને હું આગળ જઉં, હું આગળ જાઉં એમ કરી વિશાળ રાજમાર્ગને પણ સાંકડે બનાવી દીધું. પિતા-પિતાના મકાનના ગોખમાં રહેલી સ્ત્રીઓ પરસ્પર બોલવા લાગી કે, “હે સખી ! જે, આ સિંહલરાજાને કુમાર કનકદવજ રૂપથી કામદેવને જીતનારે ઉત્તમ અશ્વ ઉપર બેઠેલે આવે છે. રાત્રિએ તેને જોવા માટે અશક્ત લેકને સુખપૂર્વક જોવા માટે સૂર્યો મેકલેલા જાનૈયા સરખા પિતાના કિરણ જેવા ચારે તરફ હજારો દીવા પ્રકાશે છે. તે વખતે આકાશમાં સૂર્યના વાહન ઉપર ચઢેલે ચંદ્ર હોય તેમ દેખાય છે.”
અહે ! ! ચંદ્રરાજા શ્રેષ્ઠ અશ્વ ઉપર ચઢેલ છે અને ધવળગીતે કનક વજકુમારના ગવાય છે. - તે ચંદ્રરાજાને જોઈને કેઈક કહે છે કે, “આ કનકદવ જ નથી, કેઈ બીજે દેખાય છે. આવું રૂપ તેનામાં