________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૫
કઈ રીતે સંભવે?” વળી બીજા કહે છે કે, “આપણે તો કનક વજને જે નથી, પરંતુ જે સાંભળ્યો હતો તેવો આ તેજસ્વી દેખાય છે. આવી જાતને અપૂર્વ રૂપથી શોભતો વર મળવાથી આપણી રાજકન્યા ઘણા પુણ્યવાળી જણાય છે. આની માતા પણ પ્રશંસવા ગ્ય છે કે જેણે આવા પુત્રરત્નને જન્મ આપે. અહો ! આનું રૂપલાવણ્ય, આની આગળ દેવના રૂપની કઈ ગણતરી?” આ પ્રમાણે લોકસમુદાય બેલતે હતે. તેટલામાં તે વરઘોડે ધીમે ધીમે ચાલતો લકેના ચિત્તને આનંદ પમાડતો માંડવા પાસે આવ્યો. સ્ત્રી જન ઘણુ હર્ષપૂર્વક મંગળગીતો મોટા અવાજે ગાવા લાગી. તે પછી વરરાજા અશ્વરત્ન ઉપરથી ઊતરીને તરણ પાસે ઊભા.
હવે હાથમાં પૂજનની થાળી લઈ સધવા સ્ત્રીઓથી પરિવરેલી સાસુ ત્યાં આવી. ગુરુએ બતાવેલી વિધિથી વરને પંખીને મંડપમાં લઈ ગઈ. તે પછી વર માયરામાં જઈને બેઠે.
એટલામાં સખીઓએ વિવિધ અલંકારની વિભૂષા અને શ્રેષ્ઠ વસ્ત્રો વડે સજજ કરેલી પ્રેમલાલચ્છી તરણેથી અલંકૃત વેદિકાભવનમાં આવી.
તે પછી ત્યાં મેટી દ્ધિપૂર્વક તેઓને પાણિગ્રહણને વિધિ થયે. બન્નેને યોગ્ય સંબંધ જોઈને લેક પરસ્પર કહેવા લાગ્યા કે, “આ વરકન્યાનું જેડું
૧. માયાહ