________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
ન કરવી. તમે કુલદેવીની આરાધના કરે, તેથી આપણા સવ કાર્ય સિદ્ધ થશે.”
કુલદેવીના વચનથી વિવાહ માટે આગમન
રાજા મારું વચન માનીને કુલદેવીની આરાધના કરવા બેઠો. તેના ધ્યાનના પ્રભાવથી આકર્ષાયેલી દેવી પ્રત્યક્ષ થઈ બેલી : “હે નરાધીશ ! વારંવાર મને શા માટે બોલાવે છે?’
રાજાએ વિનયપૂર્વક કહ્યું કે, “હે માતા ! મેં અટકાવવા છતાં પણ ધૃષ્ટ મંત્રીએ આ વિવાહરૂપ અયુક્ત કાર્ય શરૂ કર્યું છે. હવે કાર્યની સિદ્ધિ તમારા હાથમાં છે. આથી મારી ઉપર કૃપા કરીને કેઈપણ ઉપાય વડે કુમારને નીરોગી કરો. અન્યથા મારે આ દુઃખ-સમુદ્રથી ઉદ્ધાર નથી. તમને મૂકી બીજા કેના શરણે હું જાઉં? કારણ કે તમે મારા કુલદેવી છે. આથી આ પ્રમાણે દુઃખનું શમન કરવું એ તમારે આધીન છે. જે છીંક આવે તે સૂર્યનું દર્શન કરવું જોઈએ.”
કુલદેવીએ કહ્યું કે, “હે રાજન ! તું પતે સમજુ છે, તું શું નથી જાણતો ? પૂર્વોપાર્જિત કર્મથી કુમાર નીરોગી થશે નહિ. નિકાચિત કર્મ અવય ભેગવવું જોઈએ. કહ્યું છે કે –