________________
શ્રી ચંદ્ધરાજ ચારિત્ર
- વિવાહદિન નિર્ણય . તેથી તે સર્વ તપ્ત લેહશલાકાથી લાંછિત કપાળવાળાની જેમ શીતળ થઈ ગયા. દ્રવ્ય આપવાથી દાસ થયા હોય તેમ તેઓએ મને કહ્યું કે, “લગ્નને દિવસ નક્કી કરે. ” આ પ્રમાણે તેઓનું વચન સાંભળીને હર્ષિત થયેલે હું મંત્રીઓને લઈને સિંહલરાજની આગળ આવ્યો.
રાજાએ હકીકત જાણી ષિષ-શાસ્ત્ર વિશારદ પંડિતને બોલાવીને લગ્નને દિવસ પૂછળ્યો. તેઓએ પણ છ માસને અંતે શુભ લગ્ન સમય જણાવ્યું. - પરિવાર સહિત રાજાએ સવની સમક્ષ તે લગ્નને દિવસ નક્કી કરી મહામૂલ્યવાળા આભરણ-વસ્ત્રોથી તે પ્રધાનને સત્કાર કરીને વિસર્જન કર્યા..
હવે તેમાં પણ ઘણા ખુશ થયેલા મૌન ધારણ કરીને પિતાના દેશ તરફ જવા માટે નીકળ્યા. અમે આપેલું તે સર્વ દ્રવ્ય તેઓએ પહેલાં જ પોતાના દેશમાં મોકલી દીધું. અનુક્રમે તેઓએ પોતાના દેશમાં જઈ રાજાને પ્રણામ કરી કુમારીને વિવાહ-સંબંધ કહ્યો. કુમારના રૂપગુણની ઘણું પ્રશંસા કરી. મંત્રીઓનું વચન સાંભળીને મકરધ્વજરાજાએ ઘણા પ્રમાદને ધારણ કરી એક લાખ સુવર્ણ આપવા વડે મંત્રીઓનું સન્માન કરી પિતાના આવાસે જવા માટે વિસર્જન કર્યા : “આ કામ સારુ થયું ? એમ રાજાએ જાણ્યું. તેણે મંત્રીઓની કૂડકપટની વાત ન જાણી.