________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૦૯
નાર આ શ્રેષ્ઠીઓએ અમારા સ્વામીની આગળ આ૫ શ્રીમાનની ઘણી પ્રશંસા કરી અને તમારા અતિ અદ્ભુત રૂપવાળા કનકધ્વજ પુત્રનું રૂપવર્ણન બહુ પ્રકારે કર્યું. વળી બીજા ત્યાં આવેલા વ્યવહારીઓએ તમારા પુત્રના રૂપની પ્રશંસા કરી. હે નરાધીશ ! ઓજસ્વી એવો તમારો પુત્ર એવા પ્રકારના રૂપવાળો હોય તેમાં આશ્ચર્ય શું? કારણ કે હંસના કુળમાં હંસે જ ઉત્પન્ન થાય છે. કહ્યું
जारिसो जणगो होइ, तस्स पुत्तो वि तारिसो। होज्जा कि अंबबीयाओ, निंवरुक्खस्स संभवो ॥१०॥ , “જે પિતા હોય, તેને પુત્ર પણ તે થાય છે. શું આમ્રના બીજથી નિંબવૃક્ષની ઉત્પત્તિ થાય?” ૧૦
અમારા રાજાની પુત્રી પ્રેમલાલચ્છીકુમારી રૂપ વડે લક્ષ્મી જેવી છે. તમારા પુત્ર સાથે તેને વિવાહ કરવા માટે મકરવજરાજાએ અમને અહીં મોકલ્યા છે. આ કામમાં તમારે કાંઈ વિચારવા જેવું નથી, કારણ કે તે સૌરાષ્ટ્રદેશના રાજા છે. આપ પણ સિંહલદેશના સ્વામી છે. સમાનશીલવાળા બનેનો સંબંધ પ્રશંસનીય છે. કહ્યું છે કે – समाणसीलं समाणवित्तं, बलं समाणं च कुलं च जाणं । मेत्ती विवाहो य विहिज्जए सिं,
समाण. भावेण सुही हवंति ॥११॥