________________
૧૦૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી સંધ્યા સમયે તે શ્રેષ્ઠીઓ પ્રધાન-પુરુષને લઈને કનકરથ રાજા પાસે આવ્યા. મંત્રીઓને બહાર ઊભા રાખીને તેઓ રાજા પાસે આવી આગળ ભેટશું મૂકી બે હાથ જોડી કહે છે કે, “હે નરનાથ ! અમે કરિયાણું વેચવા માટે વિમલાપુરી ગયા હતા. ત્યાં મકરવજરાજાની પ્રેમલાલચ્છી નામે કન્યા રતિસમાન રૂપવાળી છે. આપના કુમારની સાથે વિવાહ માટે રાજાના ચાર મંત્રી અમારી સાથે આવ્યા છે, તેઓ દરવાજે ઊભા છે.”
તે પછી રાજાની આજ્ઞાથી દ્વારપાળે તરત તે મંત્રીએને પ્રવેશ કરાવ્યું.
તેઓ પણ રાજાના ચરણકમળમાં પ્રણામ કરી, તેમની પ્રશંસા કરતા, રાજાથી સન્માન કરાયેલા ચોગ્ય સ્થાનકે બેઠા.
તે પછી રાજા કુશળ વૃત્તાંત પૂછી કહે છે કે, “તમે ક્યા દેશથી આવ્યા? ક્યાં જવાના છે? તમને કોણે કેણે મેકલ્યા? કયા કાર્ય નિમિતે અહીં તમારું આગમન થયું ?' પ્રેમલાલચ્છી સાથે કનકદેવજકુમારના
વિવાહ માટે માગણી આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તેમાંથી એક વાણીમાં કુશળ મંત્રી બોલ્યો : “હે નરપતિ! અમે સોરઠદેશ નિવાસી છીએ. અમારા સ્વામી મકરજરાજાએ તમારી પાસે મોકલ્યા છે. તમારા નગરમાં નિવાસ કર