________________
૧૧૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર અંગીકાર કર્યો? જે એક વખત અનીતિનો માર્ગ સ્વીકાર્યો તે પછી જરા પણ ભય ન પામવો. જે નસીબ બળવાન હશે તે બધું સુખ સાધ્ય થશે. વળી આ મંત્રીએ દૂરદેશથી આવ્યા છે, તેઓને નિરાશ ન કરવા, તેઓને મનોરથ સ્વામીએ પૂર્ણ કરે. વળી આપણને આ વિવાહ સંબંધ વગર માગ્ય પ્રાપ્ત થયા છે, તેથી તે અંગીકાર કરે. કુળદેવતાની આરાધના કરીને કુમારના દેહને નીરોગી કરીશું. અહીં બીજો વિચાર ન કરવો. બધું સારું થશે. આથી હમણું વિવાહનો નિષેધ ન કરે. ભાગ્યથી મળેલ વસ્તુને ડાહ્યા માણસે ત્યાગ ન કરવો.” આ પ્રમાણે નીતિનિપુણ પુરુષએ આચરેલા માર્ગમાં ચાલનારા આપણને કોઈ નુકસાન નથી. હે રાજન ! આ કામમાં તમારે કઈ ચિંતા ન કરવી.”
મારું વચન સાંભળીને રાજાએ મને કહ્યું : “હે મંત્રી ! બેટા કામમાં મારી બુદ્ધિ ચાલતી નથી. તેને જે ગમે તે કર. આ કામમાં ઊભા રહેવા હું ઈચ્છતા નથી.” પ્રેમલાલચ્છી અને કનકવજના વિવાહને નિર્ણય .
આ પ્રમાણે અમારે વિવાદ ચાલતું હતું તે વખતે મકરધ્વજ રાજાના મંત્રીઓએ આવી બે હાથ જોડી કહ્યું :
આટલા દિવસ વાર્તાલાપ વડે જ ફેગટ પસાર કર્યા. હજુ પણ તમે વિચારમગ્ન દેખાઓ છે. અમને કાંઈપણ પ્રત્યુત્તર આપતા નથી. જે તમારી ઈચ્છા ન હોય તે