________________
૧૦%
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વરને સંગ પ્રાપ્ત થયો છે. આ વર મારી પુત્રીને
ગ્ય લાગે છે. પુત્રીને યોગ્ય વર જે મળે તે મને આનંદ થાય. આવા પ્રકારના ગુણેથી યુક્ત આ ભુવનમાં મોટે ભાગે દુર્લભ છે, તેથી આ સંબંધ તમને ગમે તે તેની સાથે કુમારીને વિવાહ કરીએ.” ' મંત્રીએ કહ્યું કે, “મહારાજ ! જેનું સ્વરૂપ આપણે જાણતા નથી તેવા પરદેશીઓનાં વચનમાં વિશ્વાસ કેવી રીતે રાખી શકાય? સારો કે ખોટે જે સ્વજન હોય તે સવને પ્રિય થાય, પરદેશમાં પણ તે પ્રશંસા પામે. પિતાની માતાને ડાકણ કણ કહે? પિતાના દેશમાં ઉત્પન્ન થયેલા કાંટા પણ અત્યંત વહાલા હોય છે, પરદેશમાં ઉત્પન્ન થયેલાં પુષ્પ પણ ગમતાં નથી. આથી તે પરદેશી વ્યાપારીઓનાં વચનમાં કેવી રીતે વિશ્વાસ કરાય? જે અન્ય દેશમાં રહેલા મધ્યસ્થ પરદેશી પુરુષે તેની પ્રશંસા કરે તે વિશ્વાસ આવે, અન્યથા નહિ.” - આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળીને એ સાચું છે એમ સ્વીકારીને પિતાની પુત્રીને નેહપૂર્વક વિસર્જન કરીને સેના સહિત ઉત્તમ અશ્વ ઉપર બેસી રાજા મૃગયા ( શિકાર) નિમિત્તે વનમાં ગયો. . શિકારી પશુઓના સમૂહથી વ્યાપ્ત મહાટીના મધ્યમાં જતાં શિકારમાં આસક્ત મંત્રી સહિત રાજા વિવિધ પ્રાણુઓને સમૂહને ત્રાસ પમાડતો, ઉપદ્રવ કરતે. ઘણે પરિશ્રમ થવાથી પરસેવાથી ભી જાયેલા દેહવાળા