________________
૧૦૨
શ્રી ચંદ્રસજ ચરિત્ર
વિક્રય કરતા અનુક્રમે આ વિમલાપુરીમાં આવ્યા. અહી’ મકરધ્વજ રાજા રાજ્ય કરે છે. તે વ્યાપારીએ ઘણાં ભેટણાં લઈ રાજાનાં દર્શન માટે રાજસભામાં આવ્યા. બે હાથ જોડી ભેટાં મૂકી પ્રણામ કરી ચાગ્ય સ્થાને એસી પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. તે વખતે લક્ષ્મીની જેમ લેાકેાના ચિત્તને હરણ કરનારી, ચાસઠ કળામાં નિપુણુ, રૂપ-લાવણ્યના ભંડાર, ચંદ્રસમાન મુખવાળી, નવીન ચૌવનને પામેલી પ્રેમલાલચ્છી નામે રાજપુત્રી ત્યાં આવીને પેાતાના પિતા મકરધ્વજ રાજાના ઉત્સ`ગમાં બેઠી.
અત્યંત અદ્ભુત રૂપ આદિ રાજકુમારીને જોઈ ને અમારા નગરના વિસ્મયયુક્ત ચિત્તવાળા થયા.
ગુણથી વ્યાપ્ત તે વ્યાપારીએ અત્યંત
તે વખતે રાજાએ તે વ્યાપારીઓને પૂછ્યું કે, • હું શ્રેષ્ઠીજના ! તમે કયા નગરથી આવ્યા? ત્યાં રાજા કાણુ છે? તેનું નામ શું છે ? બીજો પણ જે સાંભળવા ચૈાગ્ય હાય તે વૃત્તાંત કહા.’
આ પ્રમાણે રાજાનુ' વચન સાંભળીને તેમાંથી એક વચનકળામાં કુશળ વ્યાપારી કહે છે કે, “ હે રાજન્, અમે સ સિંધુ દેશમાં નિવાસ કરનારા, વણિક કુળમાં ઉત્પન્ન થયેલા વ્યાપાર માટે આ નગરમાં આવ્યા છીએ. તે સિ' દેશમાં અલકાપુરી સરખી સિ ંહલપુરી નામે નગરી છે. તે નગરીમાં નરથ નામે રાજા રાજ્ય કરે છે, તેને કનકધ્વજ નામે પુત્ર છે. તે કામદેવ સમાન