________________
૧૦૧
શ્રી ચંદ્રરાજ ચરિત્ર “કે, “દેવકુમાર કરતાં અનુપમ રૂપસંપત્તિથી શોભતે રાજપુત્ર હમણાં ભૂમિગૃહમાં રહેલું છે. આ કુમાર ઉપર કોઈની દૃષ્ટિ ન પડે, તેથી વયથી બાળક પણ ગુણસંપત્તિ વડે પ્રૌઢ એવા તેને ભૂમિગૃહમાંથી બહાર કાઢતા નથી. આથી આ કુમાર ભૂમિગૃહમાં રહીને જ ધાવમાતા વગેરે પરિવારથી લેવાયેલે શુકલપક્ષમાં જેમ ચંદ્ર કલાએ ગ્રહણ કરે તેમ પ્રતિદિન કલાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે અતિગુપ્ત મંત્રણાવાળા અમે રાજાની આજ્ઞાથી કુમારનાં દર્શનની ઉત્કંઠાવાળા નગરજનેને કહ્યું,
આ પ્રમાણે કહેવાથી તે હકીકત સત્ય માનતા અત્યંત પ્રમુદિત ચિત્તવાળા નગરજને રાજાની પુણ્યસંપદાની પ્રશંસા કરવા લાગ્યા. તેનું રહસ્ય નહિ જાણતાં તેઓ કહેવા લાગ્યા કે, સંપૂર્ણ સુખસાધનવાળા રાજા દેવકુમાર સરખા સુપુત્રના જન્મથી કૃતકૃત્ય થયા. સૂર્ય પણ કામદેવ સરખા તે પુત્રને જેવા સમર્થ નથી તે આપણું કઈ ગણતરી ? “મેંદી-અમૂલ્ય વસ્તુ સારી રીતે યતનપૂર્વક રક્ષણ કરવી જોઈએ. એ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે. માણસના સુખેથી પરંપરાએ આ વાત પરદેશમાં પણ અત્યંત વિસ્તાર પામી. “સારી રીતે પ્રવેશ કરેલ મંત્રને બ્રહ્મા પણ અંત ન પામે. સિંહલપુરના વ્યાપારીઓનું વિમલાપુરીમાં આગમન અને કનકદેવજકુમારના રૂપની પ્રશંસા કરવી - હવે એક વખત અમારા નગષ્ના વ્યાપારીઓ જુદી જુદી જાતના કરિયાણું લઈ અનેક દેશોમાં ક્રય