________________
શ્રી ચંશજ ચરિત્ર
૯૯ - દુઃખથી પીડિત, ચિંતાથી દુઃખી મનવાળી હતી, તે વખતે તારી આરાધનાથી હું સંભ્રમ સહિત અહીં આવી. આથી ઉદ્વેગ પામેલી મેં અનુચિત વરદાન આપ્યું. ખરેખર દેવીએ પિતાનું વચન અન્યથા કરી શકતી નથી. પ્રાણીઓના ભાગ્યને અનુસારે જ દેવીઓના મુખમાંથી વચન નીકળે છે, તેથી તારે આ અંગે અધીરાઈ ન કરવી.” .
રાજાએ વિચાર્યું કેઃ “પુત્ર ન હેવા કરતાં કુષ્ઠીપુત્ર - પણ સારે.” આ પ્રમાણે વિચારીને દેવીનું વચન સ્વીકાર્યું.
તે પછી દેવી પિતાના સ્થાને ગઈ. તપની આરાધના પૂરી કરી રાજાએ મારી પાસે આવીને કનકવતી અને મને પુત્રના વરદાનની પ્રાપ્તિને સકળ વૃત્તાંત કહ્યો. ' પણ રાજાને કહ્યું કે, “ હે રાજન ! ધમની આરાધનાના પ્રતાપે સર્વ સારું થશે. પુત્ર ઉત્પન્ન થયા પછી કુષ્ઠ-કઢરેગના નિવારણ માટે ઉપાય કરીશું અને પુત્રને રોગરહિત કરીશું.’ આ પ્રમાણે મારુ વચન સાંભળીને કનકવતી પ્રસન્ન થઈ. પુત્રજન્મને મહત્સવ-કનકધ્વજ નામ પાડવું
હવે તે જ રાત્રિએ સુખપૂર્વક સૂતેલી રણની કુક્ષિમાં કોઈ જીવ ગર્ભપણે અવતર્યો. તે જાણીને હર્ષિત મનવાળા રાજાએ સગર્ભા રાણીને ભૂમિગ્રહ-ભેરામાં રાખીને ગર્ભપાલન કરાવ્યું. જે કારણથી લોભાંધ પ્રાણીઓની સંપત્તિ ભૂમિગૃહમાં રક્ષણ કરાય છે. ગર્ભસમય પરિ