________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેમ રહેશે? રત્નાકર-સમુદ્રને કાંઠે નિવાસ કરનારને જે દારિદ્રય હોય તે લજજા પણ તેને છે. આ પ્રમાણે મારા કુળમાં પુત્ર ન થાય તે તને જ લજજા થાય. તેથી પ્રસન્ન થઈને એક શ્રેષ્ઠ પુત્ર આપ. મારી પટરાણુના આગ્રહથી મેં તારી આરાધના કરી છે. જે સંતુષ્ટ થઈ હોય તે મારા મનોરથને અવશ્ય પૂર્ણ કર.”
- દેવીએ આપેલું કુષ્ઠીપુત્રનું વરદાન
કુલદેવીએ કહ્યું કે, “હે રાજન! હું તારા તપથી તુષ્ટ થઈ છું. તેથી તેને એક પુત્ર થશે, પણ તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મના ગે કુષ્ઠી થશે.”
દેવીનું વચન સાંભળી રાજાએ કહ્યું : “હે દેવી ! પગમાં પડીને ફરીથી વિનવું છું કે, વ્યાધિરહિત પુત્ર મને આપ. રેગથી વ્યાપ્ત તે પુત્રથી શું ? કહ્યું છે કે – दलिदो वाहिओ मुक्खो, पवासी निच्चसेवगो । जीवंता वि मुआ पंच, सुव्वंति किल भारहे ॥८॥ જ “દરિદ્ર, રોગી, મૂર્ખ, પ્રવાસી અને નિત્ય સેવા કરનાર, આ પાંચ જીવતા છતાં પણ મરેલા મહાભારતમાં કહ્યાં છે.” ૮
દેવીએ કહ્યું કે, “હે નરેશ્વર ! પંડિત હોવા છતાં મૂઢ કેમ થાય છે? જેણે જેવા શુભ-અશુભ કર્મ બાંધ્યાં હેય તે કર્મ પરવશ એવા પ્રાણુ એ અવશ્ય જોગવવા ચં. ચ. ૭