________________
શ્રી ચાંદરાજ ચરિત્ર છું. અરણ્યમાં ઉત્પન્ન થયેલ પુષ્પની જેમ પુત્ર વિનાનું -જીવન ફેગટ વિનાશ પામશે. ધનવાન હોવા છતાં પણ અપુત્રિયાના મુખને પ્રભાતકાળે કઈ જોતું નથી. ભૂમિ ઉપર આળોટતા, પડતા ઊભા થતાં, ધૂળથી વ્યાપ્ત શરીરવાળાં, હસતાં, રેતા, માતાનાં ખોળામાં વર્તતાં, અવ્યક્ત શબ્દ બેલતાં, લાકડીને ઘોડે કરી તેની ઉપર ચઢી શેરીમાં ક્રીડા કરતાં બાળકે જેના ઘરના આંગણાને શેભાવે છે, તેઓને જ જન્મ સફળ છે. વળી સુપુત્ર સંપત્તિ, યશકીતિ અને વંશને વિસ્તારે છે. વૃદ્ધપણામાં તે જ સુખ આપનાર થાય છે. આથી પુત્રને અભાવ મારા મનને અત્યંત દુઃખ આપે છે. “જ્યારે હું પુત્રનું મુખ જઈશ” એ ચિંતા મને અત્યંત પીડા કરે છે.”
આ પ્રમાણે કનકવતીનું વચન સાંભળીને રાજા કહે છેઃ “હે પ્રાણપ્રિયે ! તું પુત્રની ચિંતા ન કર. પ્રસન્ન ચિત્તવાળી થા, પૂર્વભવમાં કરેલા પુણ્યથી આ ભવમાં - સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તે પણ હું મંત્ર-તંત્ર આદિ
વિવિધ પ્રવેગો કરીશ. જેથી તને થોડા સમયમાં પુત્ર- સુખ થશે.” - આ પ્રમાણે મહાદેવીને આશ્વાસન આપી રાજાએ મને બોલાવીને કનકવતીનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
તે પછી મેં ક્ષણવાર વિચારીને કહ્યું કે, “હે - રાજન! અઠમ તપ વડે કુલદેવીનું આરાધન કરે તે * પ્રસન્ન થઈ પુત્રરત્ન આપશે.”