________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર મૂજનનું હૃદય શૂન્ય હોય છે, બંધુ વગરનાને દિશાએ શૂન્ય છે, અપુત્રિયાને ઘર શૂન્ય છે અને સર્વ શુન્ય દરિદ્રતા છે.” ૭ - પોતાની સ્વામિનીને દુઃખ અનુભવતી જોઈને સમીપ રહેલી દાસીએ ઉતાવળી ગતિએ રાજાની આગળ જઈને તેણીની હકીકત જણાવી. સાંભળવા માત્રથી દુઃખ પામી રાજાએ ત્યાં દેડતા આવી તેને આશ્વાસન આપી કહ્યું :
ચંદ્રમુખી ! તું અકાળે કેમ શકાતુર થઈ? તારું વસ્ત્ર આંસુઓથી કેમ ભીંજાયું છે ? તારી આજ્ઞાનું અપમાન કોણે કર્યું? તેનું નામ જલદી જણાવ, જેથી હું તેને શિક્ષા કરું. કે જેથી ફરીથી કઈ તારી આજ્ઞા ન લેપે. તને કઈ વસ્તુની ન્યૂનતા છે? મારા પ્રાણ પણ તારે આધીન છે, તેથી ચિંતાનું કારણ કહે.”
તે પછી કનકવતીએ લાંબો નિસાસે નાખીને કહ્યું કે, “હે સ્વામીન ! તમારી કૃપાથી મારા મનોરથ પરિપૂર્ણ છે, તમારી દષ્ટિ જેનારી એવી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કેણ સમથ છે? આપ જેવા પ્રાણપ્રિયને પામીને પ્રતિદિન નવાં નવાં વસ્ત્રો વડે દેહને સુશોભિત કરું છું કે જે સ્વપ્નમાં પણ ઈંદ્રાણીએ ન જોયા હોય! હમેશા ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન જમતી દિવ્ય શ્રેષ્ઠરત્નના આભરણથી સુશોભિત શરીરવાળી સુખપૂર્વક રહું છું. આવી રીતે હું સર્વથા સુખ-સંપન્ન છું પરંતુ છે સ્વામીન ! એક પુત્ર વિના સવ સુખ તૃણની માફક નિરર્થક જ છે. મારા જીવિતને પણ હું નિષ્ફળ માનું