________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
મહાભાગ્યશાળી રાણું છે. તે રાજાને બહુમાન્ય રાજ્યનાં સવ કાર્યોને કરનાર હું હિંસક નામે મંત્રી છું. ચોથી. પિયૂષપૂર્ણ પયોધર વડે શોભતી બ્રાહ્મી સરખી કપિલા નામે ધાવમાતા છે. આ રાજાના અશ્વ, ગજ, રથ અને. પદાતિઓની સંખ્યા ગણવા બૃહસ્પતિ પણ સમર્થ નથી. એની રાજ્યસમૃદ્ધિ જોઈને સભામાં વૈશ્રમણ દેવ પણ લજજા પામે છે. આ રાજા પૃથ્વી પર રાજ્ય કરતે છતે. કેઈ પણ દારિદ્રને અનુભવતું નથી. હે ચંદ્રગ્રુપતિ મારું કહેલું આ સર્વ સત્ય જાણે. આપ શ્રીમાનની. આગળ મારે કાંઈ પણ છુપાવવાનું નથી.
કનકવતીની પુત્રચિંતા
હવે એક વખત કનકવતી મહાદેવીને પુત્રચિંતા પ્રગટ થઈ. પુત્ર વિના મારી આ રાજ્યસંપત્તિ નિષ્ફળ છે. અહે મંદ ભાગ્યવાળી મને સંતતિનું સુખ કઈ રીતે થાય? પૂર્વે મેં તેવા પ્રકારનાં સુકૃત કર્યા નથી, જેથી હું પુત્રસુખ ન પામી. આ પ્રમાણે વિચારતી નેત્રોમાંથી આંસુ સારતી તે અત્યંત વ્યાકુળ હદયવાળી થઈ. સતત. નિસાસા નાખતી તે જળ વગરની માછલીની જેમ તડફડવા લાગી. કહ્યું છે કે– . मुक्खस्स हियय' सुण्णं, दिसा सुण्णा अबंधुणो । अपुत्ताणं गिहं सुण्णं, सव्वसुण्णा दलिया ॥७॥