________________
૯૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
રાજાએ અટ્ટમ કરી કુલદેવીનું આરાધન કરવુ
આ પ્રમાણે મારુ વચન સાંભળીને રાજા ખીજા દિવસે અઠ્ઠમ તપ કરી એકાંતમાં કુલદેવીની આરાધના કરવા બેઠા. તે પછી ત્રીજા દિવસે જમીનથી ચાર આંગળ અધર ઊભેલી, કરમાયા વિનાનાં દિવ્ય પુષ્પાની માળાવાળી, અનિમેત્ર નેત્રવાળી, મહાશક્તિશાળી, વૃદ્ધિ પામતા દેહના તેજવાળી, હાથમાં શસ્રવાળી, સુપ્રસન્ન મુખવાળી, કરુણાથી ભરેલા નેત્રવાળી, કટી પ્રદેશમાં રહેલાં આભૂષા વર્ડ અને પગના નુપૂર વડે મધુર શબ્દ કરતી, પવિત્ર અને નિર્દેલ ગાત્રવાળી કુલદેવીએ પ્રત્યક્ષ થઈ રાજાને કહ્યું: “ હે નરવર ! મારું આરાધન શા માટે કર્યું ? આ તારા તપથી હું તારા ઉપર પ્રસન્ન છું. જે તને ગમે તે માગ. તારું મનેાવાંછિત આપીશ.’
આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને મસ્તકે એ હાથ જોડી રાજાએ કહ્યું': હે કુળદેવતા ! માતા ! તું કુલની પરંપરાને વૃદ્ધિ કરનારી, સમૃદ્ધિને આપનારી અને દુઃખનું નિવારણ કરનારી છે. મે પુત્ર નિમિત્તે તારી આરાધના કરી છે. જો પુત્ર વડે સુખાસન, તત્ત્વજ્ઞાન વડે મન અને સાધુના આગમન વડે ઘર સાંકડું થાય તે પુણ્ય મૂળસહિત વિનાશ પામ્યુ છે એમ જાણવુ,
હે માતા ! પુત્રની ભિક્ષા માગનાર મારા મનાથ અવશ્ય પૂર્ણ કરવા. કારણ કે પુત્ર વિના તારી પૂજા કાણુ કરશે ? વળી ‘કુલદેવી ’ એ પ્રમાણે તારું નામ