________________
૧૦૦
શ્રી ચંદ્રરાજ ચિરત્ર
પૂર્ણ થયે તે મહાદેવીએ પુત્રને જન્મ આપ્ચા. દાસીના સુખે પુત્રજન્મ સાંભળીને હર્ષિત મનવાળા રાજાએ તે દાસીને પોતાના અંગ ઉપર રહેલા આભરણુ આદિ આપીને તે દાસીને વિસર્જન કરી.
હવે હષઁના સમૂહથી ભરેલા હૃદયવાળા રાજાએ પુત્રના જન્મ-મહત્સવ પેાતાના વૈભવના અનુસાર કરાબ્યા. ચારે તરફ પુત્રજન્મની વધામણી પ્રવતી. રાજાના આંગણામાં મંગલવાજિંત્રો વાગવા લાગ્યાં. યુવતીનાના ધવલ મંગલગીતાઢિ પ્રવર્ત્યા, ગૃહ અને દુકાનેાની પક્તિએ ધજા અને તારણથી અલંકૃત થઈ. ‘ પુત્રજન્મ થયેા ? એ સાંભળીને નગરલેાક ષિત ચિત્તવાળા થયા. પ્રમાદપૂર્ણ રાજાએ શુભ દિવસે ‘કનકધ્વજઃ એ પ્રમાણે પુત્રનું નામ પાડ્યું. જન્મથી જ તે કુષ્ઠરોગથી દૂષિત હતા. વૈદ્યોએ પણ ઘણા ઉપચાર કરવા છતાં પણ પૂ - કર્મના ઉદયથી તે નીરોગી ન થયા. રત્ન જેમ રત્નખાણુમાં વધે તેમ રાજપુત્ર ભેાંયરામાં રહ્યો છતાં દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા.
પુત્ર અહાર ન નીકળવાથી નગરજને રાજપુત્રને જોવામાં કુતુહુલપૂર્વક ઘણા હર્ષને ધારણ કરતાં સ્વદેશ અને પરદેશમાં ઉત્પન્ન થયેલ વિવિધ વસ્ત્ર-આભૂષણ આદિ લઈ ને રાજસભામાં આવ્યા.
રાજાને પ્રણામ કરી ચાગ્ય સ્થાને ઊભેલા અને કુમારનું દર્શન કરવાની ઉત્કંઠાવાળા તે સર્વને મેં કહ્યું