________________
૮૩
શ્રી ચંદ્રરાજ ચરિત્ર રાજન ! ચાતક જેમ મેઘની પ્રતીક્ષા કરે, વાછરડું જેમ ગાયની પ્રતીક્ષા કરે તેમ અમે તમારાં દર્શનની પ્રતીક્ષા કરતાં આટલો સમય રહ્યા. આજે આપ શ્રીમાનના સમાગમથી દિવસ સફળ થશે. પુરુષને સમાગમ પુણ્યથી થાય છે, વિદેશમાં તમારા આદર સહિત સત્કાર અને વિશિષ્ટ સેવા શું કરીએ? આપના મુખચંદ્રને જોવાથી મારું મનરૂપી કમળ વિકાસ પામ્યું છે. જેમ કેઈ દીનમાતા પુત્ર ઉપર પ્રસન્ન થયેલી વચનમાત્રથી વાત્સલ્ય બતાવે છે તેમ ગજ, અશ્વ અને રથ આદિના પરિવારવાળા તમને હું શું આપું? પ્રણિપાતથી તમારી સેવાભક્તિ કરીએ. મેટા, દાનગુણમાં તત્પર એવા તમારી આગળ અમારી કઈ ગણતરી? તે પણ જ્યારે અમારા દેશને પાવન કરશે ત્યારે અવશ્ય ગામ, નગર અને, પુર આદિ આપી ઉચિત સત્કાર કરીશું. અહીં વિદેશમાં રહેલા અમે તમારી જેવા જ છીએ. યોગ્ય સમયે અમે પણ કાર્યથી વિમુખ નહિ થઈએ, એ નક્કી જાણજો.”
આવા પ્રકારનાં સિંહલરાજનાં વચન સાંભળીને ચંદ્રરાજાએ કહ્યું કે, “હે રાજન ! તમે ચંદ્રરાજાની બ્રાન્તિથી મારું સન્માન કરે છે, પરંતુ હું ચંદ્રરાજા નથી હું તે એકાકી દેશાંતરમાં નિવાસ કરનાર મહેમાન છું. તમે રાજા હોવા છતાં, અતિ દક્ષ હોવા છતાં મૂઢચિત્તવાળાની જેમ આમ કેમ આચરે છે? તમારે અને