________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે પછી ચંદ્રરાજા કહે છે કે, “હે મંત્રીના નિંદનીય આવું અસત્ય કેમ બોલે છે? પ્રાણસંશયમાં પણ સજજને અસત્ય વચન બોલતાં નથી. કહ્યું છે કે–
असच्चभासिणो खुद्दा, पावकम्मपरा सया । . इहेच दुक्खिया जंति, परत्थ परमावयं ॥५॥ जेण परो दृमिज्जइ, पाणिवहो होइ जेण भणिएण । अप्पा पडइ अणत्थे, न हु तं जपंति गीअत्था ॥६॥
અસત્ય બેલનાર, ક્ષુદ્ર, હંમેશા પાપકર્મમાં તત્પર આ લેકમાં દુઃખી થાય છે અને પરલોકમાં ઘણી આપત્તિ પામે છે. પણ
“જેનાથી બીજે દુઃખી થાય, જે બોલવાથી જીવહિંસા થાય અને આત્મા અનર્થમાં પડે એવું વચન શાસ્ત્રના અર્થને જાણનારા બોલતા નથી. ૬
તેમ જ મેં પ્રથમ સાંભળ્યું છે કે, પ્રેમલા લચ્છી સિંહલરાજના પુત્ર કનકદવજને પરણશે, એ જાણીને તેએાના વિવાહ મહોત્સવ જેવા માટે હું અહીં આવ્યું છું. વળી પ્રેમલા લચ્છી કનકદેવજને પરણશે એ સર્વ લેકમાં જાણીતું છે, તે શા માટે આ કનકજ કુમાર તેને ન પરણે? તેણીનું પાણિગ્રહણ કરવામાં તેને શું વાં છે? ફેગટ મારા માથા ઉપર ભાર શા માટે નાખે છે ?”