________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જ કરી રાજા વિચારનાં વચનના રહે
ધર્માનુષ્ઠાનના સમયને સૂચવતો પલિત–વેત કેશના બહાનાથી તમારા મસ્તકમાં આવ્યું છે.'
આ પ્રમાણે રાણીનાં વચનના રહસ્યને સમજી ક્રોધ શાંત કરી રાજા વિચારે છેઃ “અનુપમ એવા આ શરીરમાં જરા આવી, જેથી અંગે શિથિલ થાય છે, કેશ વેત થાય છે. દંતપંક્તિ ભ્રષ્ટ થાય છે, ઇદ્રિ પણ પોતપિતાનું કાર્ય કરવામાં વિમુખ થાય છે. જ્યારે મહાદેવે કામદેવને બાળ્યો, તે વખતે તેણે જરાને કેમ વિનાશ ન કર્યો કે જરાના અભાવમાં ચિંતારહિત પ્રાણીઓ નિરંતર સુખ પામે!” આ પ્રમાણે વિચારતો રાજા પિતાના આત્માને સમજાવે છે : “હે ચેતન ! ભયંકર દુખેથી ભરેલા આ સંસારમાં ધર્મ વિના એકાંત હિત કરનાર બીજો કોઈ નથી. શરીર અનિત્ય છે, સમૃદ્ધિ અશાશ્વત છે, હંમેશાં પ્રાણુઓના પ્રાણોનું અપહરણ કરનાર યમરાજ નજીક ઊભે છે, તેથી પિતાના ઈષ્ટને સાધવામાં તત્પર થાય. જીવને શાશ્વત સુખસાધક ધર્મારાધના છે. વિષયરૂપી વિષની વાસનાને દૂરથી ત્યાગ કર. આ જરા બહાર પ્રકાશે છે, તેવી રીતે તું મનમાં ક્ષય ન પામે એવા આત્મામાં રહેલા સમભાવરૂપી અમૃતરસને પ્રગટ કર. જ્ઞાન-દર્શન–ચારિત્રમય પિતાના અત્યંતર પ્રકાશને જે. નરકના દુઃખને આપનારા રાજ્યમાં કેમ મોહ પામ્યું છે ? તેથી વિષયસુખને ત્યાગ કરીને સફેદ-કેશરૂપ ખગ્ર વડે કામસુભટને નાશ કરવા માટે સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઉચિત છે. આ પ્રમાણે મનમાં નક્કી કરીને