________________
fo
શ્રી ચંદ્રરાજ ચરિત્ર છે, તેથી મારામાં વ્યાકુળતા દેખાય છે.”
તે પછી ભક્તિના સમૂહથી નમ્ર ગુણાવલી સ્નેહપૂર્વક ગંગાની રેતી સમાન કમળ શમ્યા તૈયાર કરે છે, તેની ઉપર સુકમાળ ઓશીકું મૂકે છે. તે પછી ચંદ્રરાજા સૂક્ષ્મ વસ્ત્રથી કર્ણયુગલ બાંધી પલંગમાં બેઠો. ગુણાવલીએ કસ્તુરી વગેરે ઉત્તમ દ્રવ્યોથી સુવાસિત તાંબૂલનું બીડું આપીને પીવા માટે વિવિધ આસવ આદિનું પાનક આપ્યું. તે પછી નારાયણ આદિ તૈલ વડે તેના શરીરને મર્દનમાલિશ કર્યું. આ પ્રમાણે અનેક સુગંધી દ્રવ્યના ઉપ
ગથી ચારે તરફ સુગંધી ફેલાઈ. શીતની પીડા દૂર થવાથી રાજા ક્ષણવારમાં સ્વસ્થ ચિત્તવાળે થશે. તે પછી વસ્ત્ર વડે શરીર ઢાંકી રાજા સુઈ ગયે.
ગુણાવલી પિતાના સ્વામીના ચરણે દાબવા લાગી. તે પછી રાજા જાગે છે કે ઊંઘે છે તે જાણવા ઈચ્છતી તે વારંવાર તેને બોલાવતી હતી.
આ પ્રમાણે કેટલેક સમય વ્યતીત થયે સંધ્યાસમય થશે. ત્યારે તે પોતાની સાસુના સંકેતને વિચારતી શસ્યામાંથી ઊઠે છે અને ફરી બેસે છે. -
ચંદ્રરાજાનું કપટપૂર્વક સૂવું વસ્ત્રની અંદર જાગતો રાજા ગુણાવલીને અસ્વસ્થ ચિત્તવાળી જેઈને પિતાના મનમાં વિચારે છે કે, “આજે ખરેખર કાંઈક નવીન થયું હોય તેમ દેખાય છે. જેથી આનું ચિત્ત ચંચળ જણાય છે. કેઈ કાર્ય પ્રસંગમાં