________________
શ્રી ચંદ્રરાજ ચરિવ
જાણીએ છીએ. અમારા સ્વામીને તમારી સાથે મોટું કામ છે. તેથી હે દીનવત્સલ ! ચંદ્રરાજા! અમારી પ્રાર્થના સ્વીકારીને અમારી સાથે ચાલે.”
ચંદ્રરાજાએ મનમાં વિચાર્યું કે : “આગળ જતી માતા જે મારું નામ સાંભળશે તો અનર્થ થશે. તેથી અહીં કલેશ કરે અનુચિત છે, હમણાં મૌન ધારણ કરી જવું સારું છે,” એમ નિર્ણય કરી ચંદ્રરાજા તેઓ સાથે ચાલ્યો
હવે આગળ જતાં, પગલે પગલે રાજસેવકો અને અન્ય લોકે વડે પ્રણામ કરાતાં ચંદ્રરાજાએ દ્વારપાળ સાથે બીજા દરવાજામાં પ્રવેશ કર્યો. ત્યાં રહેલા રક્ષક પુરુષે એ પણ તેમને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે, “હે ચંદ્ર રાજા ! તમે વિજય પામે. તમારું સ્વાગત હો. અમારા સ્વામી તમારા આગમનની રાહ જોતા ઊભા છે. જેમ ભવ્યજીવ ક્ષાયિક ભાવને ઈ છે તેમ તેઓ તમારું દશન ઈરછે છે. જેમ ચકરત્ન પ્રગટ થવાથી ચક્રવતીના મને સિદ્ધ થાય છે અને નવ નિધિઓ પ્રગટ થાય છે તેમ આપના આગમનથી અમારા સ્વામીનાં કાર્યો સિદ્ધ થશે.”
તે પછી ચંદ્રરાજ તે સેવકોને કહે છે: “અરે મૂઠ લેકે ! મને જોઈને ચંદ્રરાજાની શંકા કેમ કરે છે ? ધંતૂરો ખાધેલા પુરુષોની જેવું તમારું આચરણ દેખાય છે! તમે બધા એક જ પાઠશાળામાં ભણ્યા હો તેમ દેખાય છે. તમારા જેવા સેવકે જેની સેવા કરે છે તે રાજા પણ મુગ્ધમતિવાળે જણાય છે. તમારા સ્વામીને